News of Tuesday, 18th August 2026
ભાવનગરના ઉખરલામાં પોલીસના દરોડામાં નાસભાગઃ કૂવામાં ખાબકતા ત્રણના મોત
પોલીસને જોઇને અંધારામાં કુવો ન દેખાયો અને કુવામાં પડી જતા નિલેશ બીજલભાઇ ડાભી, રાહુલ પોપટભાઇ ચોૈહાણ અને અજીત બુધાભાઇનું મોત થતા અરેરાટી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૯: ભાવનગર તાલુકાના ઉખરલા ગામે રાત્રિના સમયે ચાલતા કથિત જુગારધામ પર પોલીસે પાડેલા દરોડા દરમિયાન અફડાતફડી મચી જવા પામી હતી. પોલીસ પકડથી બચવા માટે નાસભાગ કરી રહેલા ત્રણ યુવાનો અંધારામાં નજીકમાં આવેલા કૂવામાં ખાબકતાં ત્રણેયના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર ઉખરલા ગામે આવેલા બાપુનગર વિસ્તારમાં મોટા શીતળા માતાના મંદિર સામેના ભાગે મોડી રાત્રે જુગારની પ્રવળત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન પોલીસને જોઈને જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસથી બચવા માટે ભાગી રહેલા યુવાનો પૈકી ત્રણ શખ્સો અંધારામાં કૂવો ન જોઈ શકાતાં સીધા તેમાં ખાબકયા હતા. આ હોનારતમાં એરપોર્ટ રોડ, રૂવા ખાતે રહેતા નિલેશભાઈ બીજલભાઈ ડાભી તેમજ રાહુલભાઈ પોપટભાઈ ચૌહાણ અને અજીતભાઈ બુધાભાઈ સીધાંનું કૂવામાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો અને બચાવ ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થાનિકોની મદદથી હાથ ધરાયેલી કામગીરી બાદ ત્રણેય યુવાનોના મળતદેહોને કૂવામાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
