<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

ઉપલેટામાં ફરી લેટર બોમ્‍બ ફૂટયો : પાલિકા સામે આક્ષેપો

બાંધકામ કુંડીના ઢાંકણા, સ્‍ટ્રીટલાઇટમાં ગેરરીતી આચર્યાના પ્રહારો

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા, તા. ૧૮ : ઉપલેટામાં ફરી એકવાર સાદી ટપાલ દ્વારા લેટર બોમ્‍બ ફૂટતા રાજકીય ગરમાવો આવ્‍યો છે. ટપાલ મારફ્‌ત કવરની અંદર શહેરના અનેક લોકોને લેટર બોમ્‍બ મળ્‍યો હોવાની બાબત પ્રકાશમાં આવી છે. આ પત્રમાં નગરપાલિકાના પ્રમુખ સહિત સત્તાધીશો પર સીધા જ પ્રહારો કરીને કરોડોના કથિત કૌભાંડ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્‍યા છે.

 આ પત્રમાં લખાયું છે કે આખી નગરપાલિકાનું સંચાલન માત્ર ૩ થી ૪ લોકો દ્વારા જ થઈ રહ્યું છે. બાંધકામમાં કરોડોનો ભષ્ટાચાર, કુંડીના ઢાંકણા અને ઈ લેક્‍ટ્રિક ખરીદી તેમજ સ્‍ટ્રીટ લાઈટમાં મસમોટું કૌભાંડ હોવાનું જણાવાયું છે, ખાતર-ટ્રેક્‍ટરના કોન્‍ટ્રાક્‍ટ પણ બે સભ્‍યો બીજાના નામે રાખે છે અને કામ પોતાની હસ્‍તક રાખે છે. ભૂગર્ભ ગટર અને નળ સે જલ યોજનાનું નબળું કામઁ થઈ રહ્યું છે,

પત્રમાં માંગ કરી છે કે તાત્‍કાલિક વિજિલન્‍સ તપાસ તથા લાંચ રૂશ્વત વિરોધી બ્‍યુરો દ્વારા આ હોદ્દેદારોની મિલકતની ગુપ્તમાં તપાસ સોંપવામાં આવે. કોઈ પગલાં નહિ લેવાતા હવે લોક આંદોલન પણ થવા જઈ રહ્યું છે તેવી ચીમકી પત્રમાં ઉચ્‍ચારવામાં આવી છે.

 આ બાબતે નગરપાલિકાના પ્રમુખનો સંપર્ક કરવાં પ્રયત્‍ન કરેલ પરંતુ તેઓએ ફોન ઉપાડેલ ન હતો.

(11:44 AM IST)