News of Monday, 17th August 2026
બોટાદમાં થયેલી કરોડો રૂપિયાની હીરા ચોરી કેસમાં અમદાવાદ ગ્રામ્ય LCB અને બોટાદ પોલીસને મોટી સફળતા :બાવળાથી ત્રણ આરોપીઓની ધરપકડ
ઝડપાયેલા આરોપીઓમાં પિતા-પુત્રી અને જમાઈનો સમાવેશ: આરોપીઓ પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરાયો

બોટાદમાં થયેલી કરોડો રૂપિયાની હીરા ચોરીના મામલે અમદાવાદ ગ્રામ્ય LCB અને બોટાદ પોલીસે સંયુક્ત કામગીરી કરી છે. પોલીસે બાવળાથી ચોરીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં પિતા-પુત્રી અને જમાઈનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. તપાસ દરમિયાન નેત્રમ CCTV ફૂટેજના આધારે આરોપીઓ રિક્ષામાં બેસીને બોટાદ રેલવે સ્ટેશન પહોંચ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેઓ ટ્રેન મારફતે અમદાવાદ તરફ જઈ રહ્યા હોવાની માહિતી મળી હતી. આ અંગે અમદાવાદ ગ્રામ્ય SPને જાણ કરવામાં આવી હતી. RPF અને રેલવે સ્ટેશનના CCTV કેમેરાની મદદથી બાવળા રેલવે સ્ટેશનની બહારથી ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
