તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
વીરપુર સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ
રાજકોટ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ સામંતભાઈ બાંભવાની મુલાકાતમાં ખામીઓ સામે આવીઃ વ્યવસ્થામાં સુધારો ન થાય ત્યાં સુધી સતત ફોલોઅપની ખાતરી

(કિશનસિંહ મોરબીયા દ્વારા) વીરપુર તા. ૧૭: વીરપુર સામુહિક આરોગ્ય કેન્દ્રની કથળતી જતી સ્થિતિ અને દર્દીઓને પડતી હાલાકી અંગે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોને પગલે રાજકોટ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ સામંતભાઈ બાંભવા દ્વારા વીરપુર સિવિલ હોસ્પિટલની અચાનક સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવી હતી.
સ્થાનિકો દ્વારા મુખ્યત્વે એવી ફરિયાદો કરવામાં આવી હતી કે ડોક્ટરો નિયમિતપણે હાજર રહેતા નથી તેમજ દર્દીઓની સારસંભાળ માટે જરૂરી ર્નસિંગ સ્ટાફની હાજરી પણ પૂરતી રહેતી નથી. જેના કારણે તાત્કાલિક સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આ ફરિયાદોને ગંભીરતાથી લઈ સામંતભાઈ બાંભવાએ હોસ્પિટલની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. અગાઉ પણ તેઓ વીરપુર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ચૂકયા છે. હાલની અચાનક મુલાકાત દરમિયાન હોસ્પિટલની કામગીરી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરતાં કેટલીક સ્પષ્ટ ખામીઓ અને ઉણપો જોવા મળી હોવાનું તેમણે જણાવ્યું હતું.
હોસ્પિટલની વ્યવસ્થામાં સુધારો લાવવા અંગે સામંતભાઈ બાંભવાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં જોવા મળેલી બેદરકારી, સ્ટાફની ગેરહાજરી સહિતની બાબતો અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને આરોગ્ય વિભાગના સંબંધિત અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવશે.
સાથે જ તેમણે ખાતરી આપી હતી કે, જ્યાં સુધી હોસ્પિટલની વ્યવસ્થામાં જરૂરી સુધારો નહીં આવે અને લોકોને યોગ્ય તથા સમયસર સારવાર મળી રહે તે સુનિヘતિ નહીં થાય, ત્યાં સુધી આ સમગ્ર મામલે સતત ફોલોઅપ લેવામાં આવશે.
વીરપુર જેવા યાત્રાધામમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર સહિતનો જરૂરી સ્ટાફ નિયમિત હાજર રહે અને દર્દીઓને સમયસર સારવાર મળે તેવી સ્થાનિકોની પણ મુખ્ય માંગ છે.
(તસવીરઃ- કિશનસિંહ મોરબીયા - વીરપુર)
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
