<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ગુજરાતમાં હવે સ્‍પોર્ટસ એકેડમીઓ વધારવાની જરૂરઃ સાઇના નેહવાલ : જુઓ વિડિયો

ગોંડલની ગંગોત્રી ઇન્‍ટરનેશનલ સ્‍કુલની મુલાકાતે બેડમિન્‍ટન સ્‍ટારઃ શાળાની વિદ્યાર્થીનીઓ સાથે બેડમિન્‍ટન રમીને દિવસને યાદગાર બનાવ્‍યો

ગોંડલ:બેડમિન્ટનમાં ઓલમ્પિક મેડલ વિજેતા સાઇના નેહવાલ ગોંડલની ગંગોત્રી સ્કૂલના મહેમાન બન્યા હતા. તેઓ વિદ્યાર્થીનીઓ સાથે બેડમિન્ટન રમ્યા હતા.(વિડિયો:ભાવેશ ભોજાણી-ગોંડલ)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૭: ભારતની જાણીતી બેડમિન્‍ટન ખેલાડી અને વિヘ ચેમ્‍પિયન સાઇના નેહવાલે  ગોંડલ ખાતે આવેલી ગંગોત્રી ઇન્‍ટરનેશનલ સ્‍કૂલની મુલાકાત લીધી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલા ઉષ્‍માભર્યા અને ઉત્‍સાહિત આવકારથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે રમતગમત, ઓલિમ્‍પિક, યુવા પેઢી અને ગુજરાતમાં સ્‍પોર્ટ્‍સના ભવિષ્‍ય અંગે ખુલીને પોતાના વિચારો રજૂ કર્યા હતા.

બાળકોના અભ્‍યાસ અને રમતગમત વચ્‍ચેના સંતુલન અંગે સાઇનાએ જણાવ્‍યું કે, વાલીઓએ સ્‍પોર્ટ્‍સ માટે થોડું જોખમ લેવું પડશે અને ખુલ્લા મનથી વિચારવું પડશે. ભારત હંમેશા અભ્‍યાસમાં શ્રેષ્ઠ રહ્યું છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે ખેલકૂદને પણ એક પ્રોફેશનલ કરિયર તરીકે જોવામાં આવે અને તેને પ્રાથમિકતા આપવામાં આવે. આજની યુવા પેઢી સોશિયલ મીડિયા અને AI પર નિર્ભર છે, જેના પર તેમણે કહ્યું કે ટેક્રોલોજીથી અભ્‍યાસ સરળ બન્‍યો છે, પરંતુ સ્‍પોર્ટ્‍સનું ક્ષેત્ર એકદમ અલગ છે. આપણે અમેરિકા, ચીન અને ઓસ્‍ટ્રેલિયા જેવા દેશોની જેમ ઓલિમ્‍પિક ટેલીમાં ટોપ ૩ કે ૪ માં આવવાનું લક્ષ્ય રાખવું પડશે, તો જ ભારત એક સાચું ‘ર્સ્‍પોટિંગ નેશન' બની શકશે.

 પોતાની સંઘર્ષ કથા વર્ણવતા સાઇનાએ કહ્યું કે, ‘જ્‍યારે મેં શરૂઆત કરી ત્‍યારે ભારતમાં એવા કોઈ મોટા બેડમિન્‍ટન ખેલાડી નહોતા જેમને હું આદર્શ માની શકું. પરંતુ મારી માતાનું સપનું હતું કે હું ટોપ પ્‍લેયર બનું. મેં બેડમિન્‍ટનને પ્રોફેશનલી લીધું અને મારી મહેનતથી આ મુકામ હાંસલ કર્યો. તમારે બેસ્‍ટ બનવા માટે તમારી જિંદગીમાં એવા લોકોની જરૂર છે જે તમને સતત મોટિવેટ કરતા રહે.'

ભારતીય મહિલા ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, ‘મને ગર્વ છે કે આજકાલ છોકરીઓ સ્‍પોર્ટ્‍સમાં વધુ રસ દાખવી રહી છે અને છોકરાઓ કરતા પણ વધુ સારું પ્રદર્શન કરીને મેડલ્‍સ જીતી રહી છે. મારો હેતુ એ છે કે એક ટીમ તરીકે ભારત વર્લ્‍ડ લેવલે શ્રેષ્ઠ પ્રદર્શન કરે.'

ગુજરાતમાં સ્‍પોર્ટ્‍સના સ્‍તર અંગેના પ્રશ્નના જવાબમાં સાઇનાએ જણાવ્‍યું હતું કે, ‘ગુજરાતના લોકો બિઝનેસ ખૂબ સારો કરે છે અને પૈસા પણ સારા કમાય છે. મારા સમયમાં બેડમિન્‍ટનમાં ગુજરાતના કેટલાક સારા ખેલાડીઓ હતા જેઓ સારું રમી રહ્યા હતા, પરંતુ અત્‍યારે દેશભરમાં ખાસ કરીને ગુજરાત, મહારાષ્‍ટ્ર અને મધ્‍યપ્રદેશમાં સ્‍પોર્ટ્‍સ એકેડમીઓ અને બેસ્‍ટ કોચની ખૂબ જ જરૂર છે. જેથી કોઈપણ બાળક જો ખેલાડી બનવા માંગતું હોય, તો તેને વર્લ્‍ડ ક્‍લાસ ટ્રેનિંગ મળી શકે.'

સાઇનાએ સ્‍કુલની વિદ્યાર્થીનીઓ સાથે બેડમિન્‍ટન રમી હળવી પળો માણી હતી.

અંતમાં, સાઇનાએ ગંગોત્રી ઇન્‍ટરનેશનલ સ્‍કૂલના વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્‍ય માટે અને દેશનું નામ રોશન કરવા માટે શુભેચ્‍છાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય કે સાઇના નેહવાલે ભારતીય મહીલા બેડમિન્‍ટન ને વિヘસ્‍તરે નવી ઓળખ આપવામાં અગ્ર ભુમિકા ભજવી છે.

ઓલિમ્‍પિક બોન્‍ઝ, વર્લ્‍ડ ચેમ્‍પિયન, સિલ્‍વર અને કોમનવેલ્‍થ ગેમ્‍સનાં ગોલ્‍ડ સહિતની સિધ્‍ધિઓ એ સાઇનાને ભારતની સૌથી સફળ બેડમિન્‍ટન ખેલાડીઓમાં સ્‍થાન અપાવ્‍યું છે.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:44 AM IST)