<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ઘોઘા રો-રો ફેરી ગ્રાઉન્‍ડ ખાતે સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી

ભાવનગર પોર્ટ ખાતે વિકસનારો મલ્‍ટી-કાર્ગો ટર્મિનલ જિલ્લાને વેપાર, પરિવહન અને રોજગારીની નવી તકો સાથે જોડશેઃ કુંવરજીભાઇ બાવળિયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર  ૧૭ :..  ઘોઘા રો-રો ફેરી ગ્રાઉન્‍ડ ખાતે જિલ્લા કક્ષાના ૮૦મા સ્‍વાતંત્ર્ય પર્વની  ઉજવણી કેબિનેટ મંત્રી  કુંવરજીભાઈ બાવળીયાના અધ્‍યક્ષસ્‍થાને કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં ઉપસ્‍થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્‍યું હતું.

ભાવનગર જિલ્લાના વિકાસકાર્યોનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, બંદર અને માર્ગોથી લઈને સિંચાઈ, ઊર્જા, શિક્ષણ અને પર્યટન સુધી જિલ્લાના સર્વાંગી અને ટકાઉ વિકાસ માટે સરકાર સતત મક્કમ પગલાં લઈ રહી છે. ઘોઘા-હજીરા રો-રો અને રોપેક્‍સ ફેરી સેવા, નેશનલ હાઈવે-૭૫૧નો કોરિડોર તથા ભાવનગર પોર્ટ ખાતે વિકસનારો મલ્‍ટી-કાર્ગો ટર્મિનલ જિલ્લાને વેપાર, પરિવહન અને રોજગારીની નવી તકો સાથે જોડશે. સૌની યોજના હેઠળ શેત્રુંજયથી રાયડી સુધીની ૭૫.૯૩ કિ.મી. મુખ્‍ય પાઈપલાઈન મારફતે છ જળાશયો નર્મદાના નીરથી ભરાઈ રહ્યા છે, જેના પરિણામે ૨૧ ગામોની આશરે ૫૬ હજાર એકર જમીનને સિંચાઈનો લાભ મળશે. તળાજા તાલુકામાં શેત્રુંજી અને બગડ નદી પરની જળસંચય કામગીરીથી ૧૯ ગામોના ખેડૂતોને આશરે ૯,૫૫૦ હેક્‍ટર વિસ્‍તારમાં સિંચાઈનો લાભ મળશે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, પાલીતાણા ખાતેનો ૨૫ મેગાવોટનો સોલાર પ્રોજેક્‍ટ તથા પાંડેરિયા ખાતે પ્રાકળતિક શિક્ષણ અને પર્યટન ક્ષેત્રના વિકાસ જેવા પ્રકલ્‍પો ભાવનગરના હરિત અને ટકાઉ વિકાસને નવી ગતિ આપશે. કૌશલ્‍યને રોજગાર સાથે જોડવાના પ્રયાસોના ભાગરૂપે ભાવનગર આઈ.ટી.આઈ.ના ૨૦૮ તાલીમાર્થીઓને તાજેતરમાં રોજગારીના ઓફર લેટર એનાયત કરાયા છે. ખેડૂત સમળદ્ધ બને, શ્રમિક સશક્‍ત બને, મહિલાઓ આત્‍મનિર્ભર બને, યુવાનોને કૌશલ્‍ય અને રોજગાર મળે અને ગામડાં વધુ સશક્‍ત બને તે સરકારનો સંકલ્‍પ છે.

મંત્રીશ્રીએ ભાવનગરના સંતુલિત અને સર્વાંગી વિકાસ સાથે ‘વિકસિત ગુજરાત-વિકસિત ભારત'ના સંકલ્‍પને સાકાર કરવા સૌ નાગરિકોને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્‍તે ઉત્‍કળષ્ટ કામગીરી કરનાર ૫૦ વ્‍યક્‍તિઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. મંત્રીશ્રીના હસ્‍તે જિલ્લા કલેકટરશ્રીને ઘોઘાના વિકાસકાર્યો માટે રૂ.૨૫ લાખનો લાખનો પ્રતિકાત્‍મક ચેક અર્પણ કરવામાં આવ્‍યો હતો.

કાર્યક્રમ બાદ મંત્રી  કુંવરજીભાઈ બાવળીયા, જિલ્લા કલેક્‍ટર ડો. મનીષ કુમાર બંસલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.નિતેશ પાંડેય સહિતના મહાનુભાવોના હસ્‍તે વળક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.

જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત સાંસ્‍કળતિક કાર્યક્રમોએ ઉપસ્‍થિત સૌ દર્શકોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા.

આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ  અશોકભાઈ લાધવા,નાયબ વન સંરક્ષક  દેસાઈ, નિવાસી અધિક કલેક્‍ટર  એન.ડી. ગોવાણી,  દિગ્‍વિજયસિંહ ગોહિલ,પ્રાંત અધિકારી  અક્ષર વ્‍યાસ, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા. 

(11:26 AM IST)