તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
જામનગર-અમૃતસર કોરિડોરથી સૌરાષ્ટ્રનાં વિકાસને ગતિ મળશેઃ અર્જુનભાઇ
જામનગર જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ધ્રોલ તાલુકાના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે ઉજવણીઃ જીલ્લાના વિકાસ માટે અર્જુનભાઇએ રપ લાખનો ચેક કલેકટર પી.બી. પંડયાને અર્પણ કર્યો ર૪ મી કોમનવેલ્થ ગેમ્સનું ગુજરાતમાં આયોજન થશે તે દેશ માટે ગૌરવની વાત

(મુકુંદ બદિયાણી - સંજય ડાંગર દ્વારા) જામનગર-ધ્રોલ તા. ૧૭ :.. જામનગર તા.૧૫ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જિલ્લા કક્ષાના ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. મંત્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કર્યું હતું. ત્યારબાદ કલેક્ટર પી.બી.પંડયા અને જિલ્લા પોલીસ વડાશ્રી ડો.રવિમોહન સૈની સાથે વિવિધ ૯ જેટલી પ્લાટૂન પરેડનું જેમાં પુરુષ પોલીસ પ્લાટૂન, મહિલા પોલીસ પ્લાટૂન, હથિયારધારી હોમગાર્ડ, બિનહથિયારધારી હોમગાર્ડ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ, એનસીસી પ્લાટૂન, ડોગ સ્કવોર્ડ, માઉન્ટેડ યુનિટ, પોલીસ બેન્ડ વિભાગનું નિરીક્ષણ કર્યું હતું.
અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, દેશને આઝાદી અપાવવામાં પોતાનું મહામૂલું પ્રદાન કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ શહીદોને નમન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતળત્વમાં કેન્દ્ર સરકારે અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે, જેના લાભથી કરોડો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે.
રમતગમતના ક્ષેત્રમાં પણ ભારતે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ૩૯ પદકો સાથે કોમનવેલ્થ ગેમમાં રમત ગમત ક્ષેત્રે પણ ખેલાડીઓએ અદભૂત પ્રદર્શન કર્યું છે. ૨૪મી કોમનવેલ્થ ગેમ્સના આયોજનનું ગૌરવ ભારતને અને ખાસ કરીને ગુજરાતને પ્રાપ્ત થયું છે. આ માત્ર ગુજરાત માટે જ નહીં, સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે.
અર્જુનભાઇ મોઢવાડિયાએ વધુમાં કહ્યું કે, વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં ખેડૂતોની ભૂમિકા અત્યંત મહત્વની છે અને તેથી જ કળષિ અને ગ્રામ વિકાસને સરકારની પ્રાથમિકતા આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર ખેડૂતોની પડખે મજબૂત રીતે ઉભી છે. ગયા વર્ષે થયેલા અતિભારે વરસાદ અને કુદરતી નુકસાન બાદ રાજ્યના હજારો ખેડૂતોને કરોડો રૂપિયાની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
