તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
શાંતિ, સુરક્ષા, સલામતીએ રાજય સરકારની સર્વોચ્ય પ્રાથમિકતાઃ કોૈશિક વેકરીયા
જુનાગઢ જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની માળીયાહાટીનામાં ઉજવણીઃ તાલુકા વિકાસ અધિકારીને ૨૫ લાખનો ચેક અર્પણ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૭: ઉર્જા અને કાયદા રાજય મંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા એ ૮૦માં સ્વાતંત્ર્ય પર્વે જિલ્લાના માળીયાહાટીના તાલુકાના સમસ્ત હાટી ક્ષત્રીય સમાજ ખાતે ધ્વજવંદન કર્યું હતું. આ સાથે તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું.
મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી હતી. આ રાષ્ટ્રીય પર્વના અવસરે મંત્રી કોૈશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, ગુજરાતના નાગરિકોને શાંતિ, સુરક્ષા અને સલામતી મળે એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતળત્વમાં આપણું પોલીસ તંત્ર ગુનાઓ સામે ‘‘ઝીરો ટોલરન્સ''નીતિ હેઠળ સરાહનીય કામગીરી કરી રહ્યું છે. ગુજરાતની એટીએસ ટીમે ૧૬૦૦ કિમીની દરિયાઈ સીમા પરથી ૭૫ થી વધુ પાકિસ્તાની ઘૂસણખોરોને સીમા પર જ દબોચી લઈ ૧૪ થી વધુ રાજ્યોમાં ડ્રગ્સ નેટવર્કને તોડ્યું છે.
વિશ્વ જ્યારે ગ્લોબલ ર્વોમિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે ૨૦૩૦ સુધીમાં ભારતની કુલ ઊર્જા ક્ષમતામાંથી ૫૦૦ ગીગાવોટ ઊર્જા રીન્યુએબલ એનર્જીમાંથી ઉત્પન્ન કરવાનો લક્ષ્ય રાખ્યો છે. જેમાંથી ૨૦ ટકા એટલે કે ૧૦૦ ગીગાવોટ જેટલી ક્લીન એન્ડ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવાનો સંકલ્પ ગુજરાત સરકારે કરેલ છે. ‘‘એક પેડ માઁ કે નામ'' અંતર્ગત ૧૭ કરોડથી વધુ વળક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ સુરક્ષામાં રાજ્ય દેશમાં બીજા ક્રમે રહ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘સહકારથી સમળદ્ધિ''અને ‘‘વિકસિત ભારત @ ૨૦૪૭''ના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારે કળષિ ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણયો લઈ રહી છે. કુદરતી આફતો સમયે સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં ૧.૩૬ કરોડ ખેડૂતોને રૂપિયા ૨૨ હજાર ૭૩૩ કરોડની રાહત ચૂકવી છે. જેમાં માત્ર એક જ વર્ષમાં ૩૬.૭૪ લાખ ખેડૂતોને રૂપિયા ૧૦ હજાર ૩૩૭ કરોડ આપ્યા છે. સુજલામ-સુફલામ યોજના, કલ્પસર યોજના, નર્મદા યોજના અને સૌની યોજના થકી ગુજરાત જળ-સમળદ્ધિની દિશામાં ઐતિહાસિક રીતે આગળ વધી રહ્યું છે.
રાજ્યમાં પ્રાકળતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ખેડૂતોને ગૌ આધારિત પ્રાકળતિક ખેતી સાથે જોડવા માટે વિશેષ અભિયાન અપનાવવામાં આવ્યું છે. આપણા જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ ‘પ્રાકળતિક કળષિ - એક સ્વસ્થ ભવિષ્ય'ના રાજ્ય સરકારના સંકલ્પને સાકાર કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવી છે.
જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્વાતંત્ર્ય પર્વની ગર્વભેર ભવ્ય ઉજવણી કરાઇ હતી.આન,બાન અને શાન સાથે થયેલી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કળતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઙ્કસંગે મંત્રી શ્રીના હસ્તે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર અને સરકારી સેવામાં ઉત્કળષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓ,રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીના હસ્તે તાલુકા વિકાસ અધિકારીશ્રીને માળીયાહાટીના તાલુકા ના વિકાસકામો માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે મંત્રી શ્રી સહિતના મહાનુભાવોએ પરિસરમાં વળક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે સાસંદ રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન કાવાણી , ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા,જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી જયંતસિહ રાઠૌર,જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડદરા,નિવાસી અધિક કલેકટર બી.એસ.બારડ,પ્રાંત અધિકારી સી.પી.હિરવાણીયા, ડીઆરડીએ નિયામક પી.એ. જાડેજા,અગ્રણી કિરીટ પટેલ, વિપુલભાઈ કાવાણી સહિતના પદાધિકારીઓ, અધિકારી, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
