<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

જસદણના માધવીપુર ગામના ખેડૂતો અધૂરા પાકે મગફળી ઉપાડવા માટે મજબૂર :ઓછા વરસાદ અને પીળીયો રોગ આવતા 70 ટકા મગફળીનો પાક નિષ્ફળ ગયો

ખેડૂતોને આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટે સરકાર પાસે સરવે કરી સહાય ચૂકવવા માગ કરવામાં આવી

જસદણના માધવીપુર ગામના ખેડૂતો અધૂરા પાકે મગફળી ઉપાડવા માટે મજબૂર બન્યા છે. માધવીપુર ગામે ખેડૂતો દ્વારા અંદાજે 1800 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે, ઓછા વરસાદ અને પીળીયો રોગ આવતા 70 ટકા મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. એક તરફ ખેતી પાછળ કરેલો ખર્ચ અને બીજી તરફ પાકમાં થયેલા નુકસાનને કારણે ખેડૂતની કમર તૂટી ગઈ છે. ત્યારે ખેડૂતોને આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટે સરકાર પાસે સરવે કરી સહાય ચૂકવવા માગ કરવામાં આવી છે.

(8:49 PM IST)