<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

મકનસર ખાતેના પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે ૧૫ ઓગસ્ટના રોજ ખાસ કેમ્પ યોજાશે.

નાગરિકોના વીઝા રીન્યુઅલ તેમજ ભારતીય નાગરિકત્વ (સીટીઝનશીપ) મેળવવા સંબંધિત આનુષંગિક કામગીરી સ્થળ પર હાથ ધરવામાં આવશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના મકનસર વિસ્તારમાં રહેતા અને LTV (લોંગ ટર્મ વીઝા) ધારક પાકિસ્તાની નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ સુવિધા આપતો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે.

મકનસર ગામ ખાતે પ્રેમજીનગરની પાછળ તા.૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ ને બપોરે ૦૩:૦૦ કલાકે આ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં મકનસર વિસ્તારના LTV વીઝા ધારક નાગરિકોના વીઝા રીન્યુઅલ તેમજ ભારતીય નાગરિકત્વ (સીટીઝનશીપ) મેળવવા સંબંધિત આનુષંગિક કામગીરી સ્થળ પર હાથ ધરવામાં આવશે. સંબંધિત તમામ LTV ધારકોને આ કેમ્પનો લાભ લેવા મોરબી મામલતદાર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવાયું છે

(12:41 AM IST)