<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

મોરબી જિલ્લા પંચાયત દ્વારા યોજાયેલ તિરંગા યાત્રા કચેરીના એક ગેટેથી નીકળી બીજા ગેટે પુરી!!

ડીડીઓ, પ્રમુખ અને સભ્યોની ઉપસ્થિતિમાં પંચાયત કચેરીના એક ગેટથી નીકળી બીજા ગેટ સુધી યાત્રા સીમિત રહી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ તિરંગા યાત્રા બીજે ક્યાંય જવાને બદલે જિલ્લા પંચાયત કચેરીમાં જ માત્ર એક જ રાઉન્ડ મારીને સમાપ્ત કરી દેવામાં આવી હતી.
    આ યાત્રા કચેરીના એક ગેટથી નીકળીને રોડ પર થઈને બીજા ગેટ સુધી જ સીમિત રહી હતી. આ ટૂંકી યાત્રામાં જિલ્લા વિકાસ અધિકારી (DDO), પંચાયત પ્રમુખ સહિતના તમામ ચેરમેનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની આ તિરંગા યાત્રા માત્રને માત્ર જાણે ફોટો સેશન માટે અને કહેવા પૂરતી જ યોજવામાં આવી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

(11:16 PM IST)