<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સિહોર નગરમાં રાષ્ટ્રપ્રેમ અને ભારે ઉત્સાહ સાથે યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા

આગેવાનો, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નગરજનોની બહોળી ઉપસ્થિતિમાં ત્રિરંગાના રંગે રંગાયું સિહોર

ઈશ્વરિયા : ૧૫મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ દેશભરમાં ઠેર-ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે બુધવાર, ૧૨ ઓગસ્ટના રોજ સિહોર નગરમાં પણ અત્યંત ઉત્સાહપૂર્ણ અને દેશભક્તિના માહોલમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ ગઈ હતી.

 

સિહોર નગરમાં આયોજિત આ રંગદર્શી તિરંગા યાત્રામાં વિવિધ ક્ષેત્રના રાજકીય-સામાજિક આગેવાનો તેમજ સ્થાનિક પ્રશાસનિક અધિકારીઓએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી. રાષ્ટ્રપ્રેમથી છલકાતા આ કાર્યક્રમમાં શાળાઓના વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નગરજનો ત્રિરંગો હાથમાં લઈને ઉત્સાહભેર જોડાયા હતા.

 

સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે યોજાયેલી આ તિરંગા યાત્રાએ સમગ્ર સિહોર નગરમાં રાષ્ટ્રપ્રેમનો અનોખો રંજ અને ચેતના જગાવી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)

(8:05 PM IST)