તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
જેસીબીની મહુવામાં ચોરી કરનાર ઝડપાયા
પીડીલાઇટના દાણા બનાવવાના કારખાના પાસે કચરો ભરવા માટે રાખેલ

(મેધના વિપુલ હિરાણી-રહીમ વસાયા દ્વારા)ભાવનગર-મહુવાઃ તા.૧૨: ત્રણ ઇસમો આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું પીળા કલરનું જે.સી.બી. લઇને હાઇ-વેથી નેસવડ ચોકડી તરફ જતા રસ્તાની ડાબી બાજુ ઉભેલ છે. તેઓના કબ્જામાં જે.સી.બી. છે તે કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.'' જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના માણસો શક પડતી મિલકત તરીકે કબ્જે કરી તેની ધરપકડ કરવામાં આવેલ.
પુછપરછ કરતાં આ જે.સી.બી. તેઓએ મહુવા, ખરેડ ગઢડા રોડ પર આવેલ પીડીલાઇટનું દાણા બનાવવાનું કારખાનું આવેલ છે ત્યા કચરો ભરવા માટે રાખેલ હતુ તે ચોરી કરી મહુવાથી જાળીયા વિસ્તારમાં સીમમાં મુકી આવેલ અને તે જે.સી.બી. મહુવામાં કોઇ જગ્યાએ સંતાડવા માટે લઇને અહિ ભેગા થયેલ હોવાની કબુલાત કરેલ.
આરોપી ગણપત રવજીભાઇ જોળીયા ઉ.વ.૩૨ રહે.દુધાળા-૧,વાડી વિસ્તાર, તા.મહુવા, રાજુ ઉર્ફે પપ્પુ રણછોડભાઇ મકવાણા ઉ.વ.૨૬ રહે.પ્રાથમીક શાળાની પાસે, અગતરીયા, તા.મહુવા,મનીષ કનુભાઇ જોળીયા ઉ.વ.૨૨ રહે.વાડી વિસ્તાર,દુધાળા-૧,તા.મહુવાની ધરપકડ કરી છે.
કબ્જે કરેલ મુદ્દામાલ પીળા કલરનું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું જે.સી.બી. ની કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/-,મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ રૂ.૨૫,૩૦,૦૦૦/-નો મુદ્દામાલ.
શોધી કાઢવામાં આવેલ આ કામગીરી પોલીસ ઇન્સ. મયુરધ્વજસિંહ એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. આર.એ.વાઢેર, શ્રી વી.સી.જાડેજા, પી.ડી.ઝાલા તથા સ્ટાફના દિલુભાઇ આહિર, અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, શૈલેષભાઇ રાઠોડ, હરપાલસિંહ સરવૈયા, ધ્રુવદેવસિંહ ગોહિલ, વિજયભાઇ બારૈયા, વિશ્વજીતસિંહ ઝાલાએ કરી હતી.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
