News of Wednesday, 12th August 2026
વાંકાનેરમાં મજૂરીના પૈસા માંગતા છગનના હાદીયાએ પાઇપથી બંને હાથ ભાંગી નાંખ્યા
આખો દિવસ માટેલ આસપાસના ગામમાં વાળની ફેરી કરાવી, સાંજે ત્રણસો રૂપિયા માંગતા માથાકુટઃ સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૨: વાંકાનેરમાં ભાટીયા સોસાયટી પાસે રહેતાં અને છુટક મજૂરી કરતાં છગન કરસનભાઇ વાઘેલા (ઉ.વ.૩૦) નામના યુવાનને વિરપર રોડ પર માટેલ મંદિર નજીક હતો ત્યારે તેના જ ગામના હાદીયા દેવીપૂજક નામના શખ્સે લોખંડના પાઇપથી બેફામ માર મારી બંને હાથ ભાંગી નાંખતા અને પગમાં પણ ઇજાઓ પહોંચાડતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
છગનના કહેવા મુજબ પોતે બે બહેન અને ત્રણ ભાઇમાં નાનો છે અને પત્નિ હયાત નથી. પોતે છુટક મજૂરી કરે છે. હાદીયાએ ગઇકાલે માટેલ તથા આસપાસના ગામમાં પોતાની સાથે વાળ ભેગા કરવાની ફેરી કરવા સાથે આવવાનું અને આ કામના સાંજે પોતે પૈસા આપશે તેમ કહેતાં પોતે સાથે ગયો હતો અને આખો દિવસ ફેરી કરી હતી. સાંજે લેણા નીકળતાં રૂા. ૩૦૦ માંગતા હાદીયાએ ઉશ્ેકરાઇ જઇ કોઇ પૈસા આપવા નથી કહી ગાળો દેતાં તેને ગાળો દેવાની ના પાડતાં લોખંડના પાઇપથી તૂટી પડયો હતો. તેમ વધુમાં છગને કહ્યું હતું.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં વાંકાનેર તાલુકા પોલીસે છગનના આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
