તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
ધોરાજીમાં રખડતા પશુઓનો ત્રાસ : મુખ્ય માર્ગો પર અડીંગો જમાવતા વાહનચાલકો-રાહદારીઓ પરેશાન
નગરપાલિકા તંત્ર દ્વારા આ મામલે કોઈ આયોજનબદ્ધ કે નક્કર કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં સવારથી સાંજ સુધી વિવિધ મુખ્ય વિસ્તારોમાં રખડતા ઢોર અને પશુઓનો ત્રાસ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ધોરાજીના હાર્દ સમાન માર્ગો પર રખડતા પશુઓ અડીંગો જમાવીને બેસી રહેતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને પસાર થતા રાહદારીઓ તથા વાહનચાલકોની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે. નગરપાલિકા તંત્ર દ્વારા આ મામલે કોઈ આયોજનબદ્ધ કે નક્કર કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
