તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
શ્રાવણ માસમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ તૈયારીઓ :આ વર્ષે પ્રથમ વખત 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન
યાત્રિકોને દર્શન, ભોજન, પાર્કિંગ, પીવાનું પાણી, સુરક્ષા અને સ્વચ્છતા સહિતની સુવિધા ; વૃદ્ધો અને દિવ્યાંગો માટે નિઃશુલ્ક ટોય ટ્રેન, વ્હીલચેર અને ગોલ્ફ કાર્ટની સુવિધા રહેશે

શ્રાવણ માસ દરમિયાન દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચવાના હોવાથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રિકોને દર્શન, ભોજન, પાર્કિંગ, પીવાનું પાણી, સુરક્ષા અને સ્વચ્છતા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ વર્ષે પ્રથમ વખત 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો માત્ર 51 રૂપિયાના ન્યોછાવરથી યજમાન બની શકશે. શ્રાવણ દરમિયાન મહાદેવને વિવિધ વિશેષ શૃંગાર કરવામાં આવશે તેમજ ચાર સોમવાર, પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસે પાલખીયાત્રા યોજાશે.
વૃદ્ધો અને દિવ્યાંગો માટે નિઃશુલ્ક ટોય ટ્રેન, વ્હીલચેર અને ગોલ્ફ કાર્ટની સુવિધા રહેશે. 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ આયોજન દરમિયાન દર સોમવારે ‘વંદે સોમનાથ કલા મહોત્સવ’ પણ યોજાશે. યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ અને વહીવટી તંત્ર સાથે વિશેષ સંકલન કરવામાં આવ્યું છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
