<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

કચ્છના રાપરમાં 2.8 ની તીવ્રતાનો ભૂકંપ

રાજકોટ તા.૧૦ : કચ્છ જિલ્લાના રાપરમાં આજે બપોરે 12:40 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સીસ્મોગ્રાફી સેન્ટરના રેકોર્ડ અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 18 કિમી દૂર દક્ષિણ દિશા તરફ હતું.

આંચકો આવતા જ સ્થાનિક લોકોમાં થોડી ક્ષણો માટે ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકો ઘરો અને દુકાનોમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.

કચ્છમા છેલ્લા કેટલાક મહિનાથી અહીં નાના મોટા આંચકા નોંધાતા રહે છે. તંત્ર દ્વારા લોકોને ગભરાવાની જરૂર ન હોવાનું અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

(2:05 PM IST)