<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

સુરેન્‍દ્રનગર મેગા મોલમાં ઉપરના માળેથી પડતું મૂકીને નિવળત્ત શિક્ષકે કેન્‍સરની પીડાથી કંટાળી આત્‍મહત્‍યા કરી

છેલ્લા કેટલાક દિવસથી કેન્‍સરથી પીડાતા હતા, પીએમ માટે મળતદેહ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયોઃ રાત્રિ દરમિયાન ઘરેથી નીકળી ગયા હતા અને સવારે મેગા મોલના કોમ્‍પલેક્‍સમાં પગલું ભર્યુ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૦: સુરેન્‍દ્રનગર શહેરના મિલન સિનેમા પાસે આવેલા મેગા મોલમાં આજે સવારે એક નિવળત્ત શિક્ષકે ઉપરના માળેથી નીચે પડતું મૂકીને આત્‍મહત્‍યા કરવાનો બનાવ સામે આવ્‍યો છે. બનાવની જાણ થતાં જ મેગા મોલમાં લોકોના ટોળા એકઠા થયા હતા અને સમગ્ર વિસ્‍તારમાં ચર્ચાનો વિષય બન્‍યો હતો.

તપાસમાં મળતકની ઓળખ સુરેન્‍દ્રનગર શહેરના ૮૦ ફૂટ રોડ વિસ્‍તારમાં રહેતા અને નિવળત્ત શિક્ષક તરીકે ફરજ બજાવતા લાલજીભાઈ પટેલ તરીકે થઈ છે. પરિવારજનોના જણાવ્‍યા મુજબ લાલજીભાઈ છેલ્લા કેટલાક દિવસથી કેન્‍સરની બીમારીથી પીડાતા હતા. બીમારીની પીડાને કારણે તેઓ માનસિક રીતે ખૂબ જ પરેશાન હતા. તેઓ રાત્રિ દરમિયાન ઘરેથી નીકળી ગયા હતા અને સવારે મેગા મોલના કોમ્‍પલેક્‍સમાં આ પગલું ભર્યું હતું.

સવારે સફાઈ કામદારોને મળતદેહ જોવા મળતા તાત્‍કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાંની સાથે જ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્‍થળે દોડી આવ્‍યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ પ્રતિષ્ઠિત પટેલ સમાજના આગેવાનોને પણ જાણ થતા તેઓ પણ ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા.

પોલીસે પ્રાથમિક તપાસ બાદ મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે વઢવાણની ગાંધી સાર્વજનિક હોસ્‍પિટલમાં ખસેડ્‍યો છે. પીએમ માટે લાશને હોસ્‍પિટલ લઈ જવામાં આવી ત્‍યારે પણ પટેલ સમાજ અને જ્ઞાતિના મોટી સંખ્‍યામાં લોકો ત્‍યાં દોડી આવ્‍યા હતા અને પરિવારજનોને સાંત્‍વના આપી હતી. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે સુરેન્‍દ્રનગર શહેર અને જિલ્લાના તાલુકા મથકોમાં છેલ્લા સમયથી કેન્‍સરના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ઘણા લોકોને કોઈ વ્‍યસન ન હોવા છતાં પણ કેન્‍સરની બીમારી લાગુ પડી રહી છે, જેને કારણે પરિવારોમાં ચિંતાનો માહોલ છે.

(3:22 PM IST)