તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
બળહદગીર હવે સિંહ રસ્તા પર કે ગામમાં આવશે તો ૧૦ સેકન્ડમાં વનકર્મીના મોબાઇલમાં એલર્ટ આવશે
માનવી અને સિંહો વચ્ચે ઘર્ષણ અટકાવવા, અકસ્માતમાં વન્યજીવોના મોત રોકવા બળહદ ગિરમાં હવે એ આઈ આધારિત ડિટેક્શન અર્લી ર્વોનિંગ સિસ્ટમ, ભાવનગર-સોમનાથ હાઇવેથી પાયલટ કરાશે : રાજુલા રેલ્વે ટ્રેકના સુરેન્દ્રનગર-પીપાવાવ રેલ્વે ટ્રેક વિસ્તાર અને આસપાસના ગામોમાં ૫૦૦ મીટર રેન્જના PTZ થર્મલ કેમેરા લગાવાશે, જે એલર્ટ આપશેઃ મૂછના ટપકાંથી સિંહની ઓળખ કરતું AI સોફટવેર અને જર્મન કોલરથી રાઉન્ડ-ધ-ક્લોક મોનિટરિંગ!

લીલીયા, તા.૧૦: હવે ગીરમાં સિંહોની સુરક્ષા માત્ર જંગલ ખાતાના જવાનોની પેટ્રોલિંગ ગાડીઓ પૂરતી સીમિત નહીં રહે , પરંતુ આકાશમાં ફરતા સેટેલાઇટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર અને ઓટોમેટિક સેન્સર સુધી વિસ્તરી છે. આવો જાણીએ ગીરની આ હાઇ-ટેક સફરની અંદરની રોમાંચક કહાની.
એશિયાટિક સિંહોના ગઢ સમાન ગીર જંગલમાં હવે માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષને ઘટાડવા અને અકસ્માતમાં થતા સિંહોના મોત રોકવા એ આઈ આધારિત અત્યાધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ શરૂ થવા જઈ રહ્યો છે. વન વિભાગ દ્વારા જર્મનીથી આયાત કરાયેલા રેડિયો-કોલર્સ અને વર્ચ્યુઅલ જિયોફેન્સિંગ જેવી અદ્યતન પદ્ધતિઓથી સિંહો જ્યારે પણ માનવ વસાહતો કે હાઇવે તરફ આગળ વધશે, ત્યારે સિસ્ટમ તુરંત જ સક્રિય થઈને ફિલ્ડ સ્ટાફના મોબાઈલ પર રિયલ-ટાઇમ એલર્ટ મોકલશે. આ સાથે જ, રસ્તાઓ પર રાડાર અને થર્મલ કેમેરા ગોઠવવામાં આવશે. જે રાત્રિના સમયે પણ સિંહ-દીપડાની હાજરી પારખીને અકસ્માતો અટકાવવામાં રાઉન્ડ-ધ-ક્લોક મહત્ત્વની ભૂમિકા ભજવશે. ટૂંક સમયમાં આ એ આઈ આધારિત ડિટેક્શન અને અર્લી ર્વોનિંગ સિસ્ટમ ભાવનગર - સોમનાથ હાઈવે , રેલ્વે ટ્રેક રાજુલા, સુરેન્દ્રનગર - પીપાવાવ રેલ્વે ટ્રેક અને આસપાસના ગામોમાં પાયલટ તરીકે લાગુ કરવામાં આવશે તેમ પી.સી.સી.એફ એ જણાવ્યું હતું.
વાઘના શરીર પર પટ્ટા હોય છે જેથી તેની ઓળખ સરળ બને છે, પરંતુ સિંહોના શરીર પર કુદરતી પટ્ટા હોતા નથી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગીરમાં ખાસ સિંબા નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેર સિંહોના મોં પરના ગાલના મૂછના ટપકાં, ચહેરાના જૂના નિશાનો અને કાનના કટકાને સ્કેન કરીને દરેક સિંહની એક યુનિક ડિજિટલ પ્રોફાઇલ અને ડેટાબેઝ તૈયાર કરે છે, જેનાથી કમ્પ્યુટર સ્ક્રીન પર જ સિંહની ચોક્કસ ઓળખ થઈ જાય છે. સાથો સાથ વન વિભાગ હવે એ આઈ આધારિત ડિટેક્શન અને અર્લી ર્વોનિંગ સિસ્ટમને પાયલટ તરીકે લાગુ કરવા જઈ રહ્યું છે. જેમાં ભાવનગર - સોમનાથ હાઈવે, બે રેલ્વે ટ્રેક વિસ્તારમાં ૫૦૦ મીટરની રેન્જના પી ટી ઝેડ થર્મલ કેમેરા લગાવવામાં આવશે. જે દિવસ-રાત એકયુરેટ કામ કરશે અને માત્ર ૧૦ સેકન્ડમાં વન કર્મીના મોબાઇલ પર એલર્ટ આપશે. એટલે રેપિડ રિસ્પોન્સ ત્યાં પહોંચી માનવી અને સિંહો વચ્ચેનું ઘર્ષણ અટકાવશે, સિંહોના અકસ્માત રોકશે. સિંહ દીપડા જેવા વન્ય પ્રાણીઓ જેવા રેલવે ટ્રેકની નજીક આવશે તો તુરંત વન વિભાગને અને ટ્રેનના લોકો પાઇલોટને એલર્ટ મળશે, જેથી તે વિસ્તારમાં ટ્રેનની સ્પીડ ઘટાડી શકાશે.
ડિજિટલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન ર્લનિંગ, જેવી ટેકનોલોજી સિંહ સંરક્ષણ અને અન્ય વન્ય પ્રાણી સરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ટેકનોલોજીથી માનવ વન્ય-પ્રાણી ઘર્ષણ અટકાવવા મદદરૂપ થશે અને ગીરમાં હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ અન્ય રાજ્યો માટે પણ દાખલરૂપ રૂપ બનશે તેમ ડો.જયપાલ સિંહ (પી.સી.સી.એફ) અમરેલીએ જણાવ્યું છે.
જંગલની આસપાસ અને અંદરના રસ્તાઓ પર અકસ્માતમાં સિંહોના મળત્યુ રોકવા માટે અત્યાધુનિક રાડાર, લિડાર ,ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન અને થર્મલ કેમેરા ગોઠવાશે. આ થર્મલ કેમેરાની ખાસિયત એ છે કે તે ગાઢ અંધારા કે ખરાબ વાતાવરણમાં પણ રસ્તા પર આવતા સિંહ કે દીપડાના શરીરની ગરમી તુરંત ઓળખી કાઢે છે. જો કોઈ વાહન મર્યાદિત ઝડપ કરતાં વધુ સ્પીડમાં હોય અથવા રસ્તા પર વન્યજીવ આવી જાય, તો કંટ્રોલ સેન્ટરમાં રિયલ-ટાઇમ એલર્ટ વાગી જાય છે.
ઇન્ટરનેટ વગર પણ કામ કરતી E-GujForest એપ
વન વિભાગના ફિલ્ડ કર્મચારીઓ માટે ખાસ એન્ડ્રોઇડ એપ બનાવવામાં આવી છે જેને ૨૦૦૦ જેટલા ટેબ્લેટમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ એપની સૌથી મોટી ખૂબી એ છે કે તે જંગલના એવા અંતરિયાળ વિસ્તારોમાં પણ કામ કરે છે જ્યાં GSM નેટવર્ક ઉપલબ્ધ ન હોય. નેટવર્ક વગર ડેટા ઓફલાઇન સેવ થઈ જાય છે અને જેવું નેટવર્ક મળે કે તરત જ તે ઓટોમેટિક સિન્ક થઈ જાય છે, જેનાથી વન્યજીવ સંઘર્ષની માહિતી તુરંત નોંધાય છે.
સિંહો માટે બાયોમેટ્રિક માઇક્રોચિપ અને પક્ષીઓની ઓળખ ટ્રાન્સમીટર ચીપથી નજર
ગિરમાં રેસ્કયુ કરાયેલા કે પકડાયેલા દરેક સિંહ અને દીપડાની ત્વચા નીચે સબકયુટેનિયસલી નોન-પાથોજેનિક અને યુનિક નંબરવાળી બાયોમેટ્રિક માઇક્રોચિપ ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જે આજીવન તેમની ઓળખ જાળવી રાખે છે. આ ઉપરાંત, જમીન પરના પ્રાણીઓ ઉપરાંત ગીધ, ગરુડ સહિત ૧૬ પ્રજાતિના ૩૮ પક્ષીઓની પીઠ પર સોલાર પાવર્ડ ટ્રાન્સમીટર લગાવીને તેમના આકાશી માઈગ્રેશન રૂટ પર પણ બાઝ નજર રાખવામાં આવે છે.
ડેટા આધારિત નિર્ણય પ્રક્રિયા એશિયાટિક સિંહના સંરક્ષણને વધુ મજબૂત બનાવવામાં તેમજ માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેના દ્વારા વૈજ્ઞાનિક અને પુરાવા આધારિત આયોજન, સમયસર હસ્તક્ષેપ અને વન્યજીવ તથા તેના રહેઠાણનું વધુ અસરકારક સંચાલન શકય બનશે. ઉપરાંત, ડેટાના વ્યવસ્થિત ઉપયોગથી માનવબળ અને નાણાકીય સંસાધનોનો વિવેકપૂર્ણ તથા કાર્યક્ષમ ઉપયોગ સુનિヘતિ કરી શકાશે, જેના પરિણામે સમગ્ર સંરક્ષણ કામગીરીની અસરકારકતા વધુ વધશે. તેમ ચિરાગ અમીન (ડી.સી.એફ) શેત્રુંજી વન વિભાગ એ જણાવ્યું છે.
આ અંગે પર્યાવરણ પ્રેમી રાજન જોશી એ જણાવ્યું હતું કે વન વિભાગનુ આ કાર્ય આવકાર્ય છે.તાજેતરમાં વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બીગ ડેટા એનાલિસિસ મશીન ર્લનિંગ જેવી ટેકનોલોજીના ઉપયોગનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ ટેકનોલોજી બળહદગીરમાં વન્ય પ્રાણી માનવ સંઘર્ષ અટકાવવામા મહત્વની ભૂમિકા ભજવશે. વન વિભાગનું આ પગલું આવકાર્ય છે. તેમ મનોજ જોશીની યાદીમાં જણાવેલ છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
