તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
જન્મદિનને ઉજવણી નહીં, પરંતુ જનસેવાનું પર્વ બનાવશે ગિરીશભાઈ કોટેચા
૮ દિવસીય સેવાયજ્ઞ દ્વારા સમાજને મળશે માનવતાનો પ્રેરક સંદેશ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૮: સમાજજીવનમાં સાચી ઉજવણી તે છે જેનાથી જરૂરિયાતમંદોના જીવનમાં ખુશીઓનો પ્રકાશ ફેલાય. આ વિચારને સાકાર કરતાં જૂનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર, અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો તથા નોબલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ગિરીશભાઈ કોટેચાના જન્મદિન નિમિત્તે ૧૦ ઓગસ્ટથી ૧૩ ઓગસ્ટ અને ૧૬ ઓગસ્ટ થી ૨૦ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન આઠ દિવસીય સેવાકીય કાર્યક્રમોની ભવ્ય શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેવાયજ્ઞનો મુખ્ય ઉદ્દેશ જન્મદિનને વ્યક્તિગત ઉજવણી પૂરતો સીમિત રાખવાને બદલે સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા, સંવેદના અને સહભાગિતાનો સંદેશ પહોંચાડવાનો છે. વિવિધ સેવાકીય કાર્યક્રમો દ્વારા બાળકો, દિવ્યાંગજનો, પ્રસૂતા માતાઓ, અંધકન્યાઓ, વળદ્ધો અને દર્દીઓ સુધી પ્રેમ, તોહ અને સહાય પહોંચાડવામાં આવશે જ્યારે આરોગ્યલક્ષી કેમ્પો દ્વારા જનસ્વાસ્થ્ય પ્રત્યે જાગળતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
કાર્યક્રમની રૂપરેખા તા. ૧૦ ઓગસ્ટ (સોમવાર)ના રોજ વિજાપુર સ્થિત સાંપ્રત વિકલાંગ ટ્રસ્ટ ખાતે બાળકોને ભોજન વિતરણ અને કેક કટીંગ કરવામાં આવશે. તા. ૧૧ ઓગસ્ટ (મંગળવાર)ના રોજ માખીયાળાના સાંત્વન વિકલાંગ ટ્રસ્ટમાં બાળકો સાથે ભોજન વિતરણ અને કેક કટીંગનો કાર્યક્રમ યોજાશે. તા. ૧૨ ઓગસ્ટ (બુધવાર)ના રોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતા બહેનોને પૌષ્ટિક શીરોનું વિતરણ કરવામાં આવશે.
તા. ૧૩ ઓગસ્ટ (ગુરુવાર)ના રોજ સત્યમ સેવા યુવક મંડળ સંચાલિત અંધકન્યા છાત્રાલયમાં દીકરીઓ સાથે ભોજન વિતરણ તથા કેક કટીંગ કરવામાં આવશે. ત્યારબાદ તા. ૧૬ ઓગસ્ટ (રવિવાર)ના રોજ નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, આંબાવાડી ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૭ ઓગસ્ટ (સોમવાર)ના રોજ મન વળદ્ધાશ્રમ, જૂનાગઢ ખાતે વડીલોને ભોજન વિતરણ તથા કેક કટીંગ યોજાશે. તા. ૧૯ ઓગસ્ટ (બુધવાર)ના રોજ નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ ખાતે મહારક્તદાન કેમ્પ યોજાશે, જ્યારે તા. ૨૦ ઓગસ્ટ (ગુરુવાર)ના રોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભોજન વિતરણ કરીને આ સેવાયજ્ઞનું સમાપન કરવામાં આવશે.
આ સમગ્ર આયોજનના પ્રોજેક્ટ ચેરમેન તરીકે યતીનભાઈ કારીયા, ડો. જય તલાટી, દીપલ રૂપારેલિયા, હિતેશભાઈ કંટારિયા અને જગદીશભાઈ જોબનપુત્રા સેવાઓ આપી રહ્યા છે. સહપ્રડાયરેક્ટર તરીકે વિજયભાઈ ખખર, ગિરીશભાઈ આડતિયા, બીપીનભાઈ સોઢા, પંકજભાઈ પલાણ, જીકાભાઈ ચંદારાણા, વિપુલભાઈ ભોજાણી અને મનસુખભાઈ વાજા મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે.
આ સેવાકીય અભિયાનમાં સમાજના તમામ વર્ગના નાગરિકો જોડાઈને માનવસેવાના આ અનોખા યજ્ઞમાં સહભાગી બને તે માટે આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે દીપલ રૂપારેલિયા (મો. ૯૨૬૫૧૮૨૬૬૯), જનકભાઈ ટીલાવત (મો. ૯૫૭૩૭ ૪૩૪૭૨) તથા વિમલભાઈ ભટ્ટ (મો. ૯૪૨૭૬ ૯૪૦૭૮)નો સંપર્ક કરી શકાશે.
આઠ દિવસીય સેવાયજ્ઞ માત્ર જન્મદિનની ઉજવણી નથી પરંતુ સમાજને એ સંદેશ આપે છે કે સાચી ખુશી પોતાના માટે નહીં પરંતુ બીજાના જીવનમાં સ્મિત ફેલાવવામાં સમાયેલી છે. જ્યારે ઉજવણી સાથે સેવા જોડાય છે ત્યારે તે સમાજ માટે પ્રેરણાનું પર્વ બની જાય છે તેમ કાર્યાલય મંત્રી દીપલ રૂપારેલીયાની યાદી જણાવે છે.
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
