તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
રાણાવાવ પાસે બરડા ડુંગરમાં દેશી દારૂની ર ભઠ્ઠીઓ ઉપર દરોડાઃ ૪૦૦ લીટર આથો અને ૧પ૦ લીટર દારૂ ઝડપાયો
પોલીસ દ્વારા દારૂ દરોડા દરમીયાન બન્ને દારૂની ભઠ્ઠી ચલાવનારા આરોપીઓ હાથ આવ્યા નહીં

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૮: રાણાવાવ પાસે બરડા ડુંગરમાં ર સ્થળે દેશીદારૂની ભઠૃી ઉપર પોલીસ ટીમ ત્રાટકીને ૪૦૦ લીટર આથો અને ૧ર૦ લીટર તૈયાર દારૂ ઝપી લીધો હતો.
આ દરોડા દરમીયાન ર આરોપીઓ ફરાર થઇ ગયા હતા.
રાણાવાવના પો.સબ.ઇન્સ. આર.વી. મોરી તથા પોલીસ સ્ટાફના બરડા ડુંગર જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન રાણાવાવ પો.સ્ટે.ના પો.કોન્સ. સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઇ ને મળેલ બાતમી આધારે બરડા ડુંગર ફાટલશેનથી પヘમિે આશરે ૧.પ કિ.મી. દુર ડુંગરની પડધારમાં હકાભાઇ દાનાભાઇ મોરી રહે. કપુરડીનેશ તા. ભાણવડ વાળાની દેશી દારૂની ભઠૃી મળી આવેલ.
પો.હેડ કોન્સ. કે.પી. ઝાલા તથા પો.કોન્સ. ભરત કાનાભાઇ ને હકીકત આધારે બરડા ડુંગર શેરમણકીનેશ તરફ જતા રસ્તે લાખા લખમણભાઇ મોરી રહે. બંધના નેશ ખંભાળા ગામ તા. રાણાવાવ વાળાનો દેશી દારૂનો જથ્થો મળી આવેલ અને બન્ને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે. માં આ દારૂ દરોડા સમયે બન્ને ભઠૃી ચલાવતા આરોપી ફરાર થઇ ગયેલ છે બન્ને દારૂની ભઠૃી ઉપરથી અનુક્રમે ૪૦૦ લીટર આથો અને ૧પ૦ લીટર તૈયાર દારૂ મળ્યો હતો. આ દારૂ દરોડાની કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ. બી.જી. ડાંગર, પો.સબ. ઇન્સ. આર.વી. મોરી, પો.હેડ કોન્સ. બી.જે. દાસા, એ.કે. લુવા, કે.પી. ઝાલા, પો.કોન્સ. સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, ભરત કાનાભાઇ તથા ફોરેસ્ટ હીતેષભાઇ માળીયા દ્વારા કરવામાં આવેલ હતી
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
