તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
બુધવારના નભોમંડળમાં ‘સંપૂર્ણ સૂર્યગ્રહણ'ની ખગોળીય ઘટના સર્જાશેઃ ભારતમાં દેખાશે નહીં
જામનગરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા નગરજનોને સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણનું લાઈવ પ્રસારણ બતાવવા માટે મ્યુનિ. ટાઉનહોલમાં વ્યવસ્થા ગોઠવાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮: આગામી બુધવારના રોજ નભો મંડળમાં સંપૂર્ણ સૂર્યગ્રહણની ખગોળીય ઘટના સર્જાશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં. તેમ છતાં જામનગર મહાનગર પાલિકાના સહયોગથી વિવિધ સંસ્થાઓ દ્વારા નગરજનોને સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણનું લાઈવ પ્રસારણ બતાવવા માટે મ્યુનિ. ટાઉનહોલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને ગુજ કોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોળ અને ખગોળ મંડળ જામનગર દ્વારા લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી અવકાશીય ઘટના ની રનિંગ કોમેન્ટ્રી સાથે સૂર્યની તમામ ગતી વિધિઓની સંપૂર્ણ તલ સ્પર્શી માહિતી અપાશે, જેનો જામનગર શહેરના વિદ્યાર્થીઓ તેમજ ખગોળ પ્રેમી જનતાએ લાભ લેવા અનુરોધ કરાયો છે.
સંપૂર્ણ સૂર્યગ્રહણ એ આગામી તા.૧૨ દિવસે રાત્રે ૯.૦૦ વાગ્યા બાદ થનાર છે. જે સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ સૂર્યગ્રહણ આર્કટિક, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, પヘમિ આફ્રિકા, નોર્થ અમેરિકા અને યુરોપના દેશોમાં દેખાશે. પરંતુ જામનગર શહેરમાં આ ગ્રહણને મોટા સ્ક્રીન ઉપર સેટેલાઈટના માધ્યમથી જોવા માટેની વ્યવસ્થા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી કરવામાં આવી છે.
મ્યુનિ. કમિશનર દીપેશ કેડીયા તથા અન્ય અધિકારીઓ, ઉપરાંત નગરના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક જૂથના નેતા અમરભાઈ મોદી, તેમજ દંડક પ્રવિણાબેન રુપડીયા તથા અન્ય પદાધિકારીઓ વગેરેના પ્રયાસોથી મ્યુનિ. ટાઉનહોલમાં બુધવારે રાત્રે સાડા આઠ વાગ્યાથી સૂર્યગ્રહણ સેટેલાઈટના માધ્યમથી દર્શાવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ, તેમજ શહેરમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થી, અને ખગોળ પ્રેમી જનતા ને આ સૂર્યગ્રહણની તમામ માહિતી અને ગતિવિધિઓ જાણવા અને નિહાળવા મળી શકે, તેમ માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજકાસ્ટ-ગાંધીનગર પ્રેરીત, એમ.ડી. મેતા જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર - ધ્રોલ અને ખગોળ મંડળ જામનગર દ્વારા આ સમગ્ર સૂર્યગ્રહણની ખગોળીય ઘટના સંદર્ભેની સેટેલાઈટના માધ્યમથી લાઈવ ટેલીકાસ્ટની વ્યવસ્થા કરીને તેમજ તે અંગેની રનિંગ કોમેન્ટ્રી સાથેની સૂર્યમાળાની તમામ ગતિવિધિઓની માહિતી અપાશે, જેમાં જામનગરની સંસ્થા રંગતાળી સ્વરૂપનો સહયોગ પ્રાપ્ત થયો છે.
આગામી ૧૨ મી ઓગષ્ટને બુધવારે રાત્રે થનારા આ સૂર્યગ્રહણને ખગ્રાસ સૂર્યગ્રહણ પણ કહેવામાં આવે છે. આ સમયે પળથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્ર આવશે, અને સૂર્યનો પ્રકાશ ચંદ્ર દ્વારા અવરોધાશે. હાલમાં ચંદ્ર પળથ્વીથી નજીક હોવાથી ચંદ્ર આખા સૂર્યનું ગ્રહણ કરશે, જેથી સૂર્ય પૂર્ણ રીતે ઢંકાઈ જશે.
જે સૂર્ય ગ્રહણની કુલ અવધિ ૧૩૮ સેકન્ડ એટલેકે ૨ મિનિટ અને ૧૮ સેકન્ડની રહેશે અને સૂર્યનું પૂર્ણ ગ્રહણ થઇ ગયા બાદ તે ગ્રહણ ગ્રસ્ત થશે. જેનો સમય ૧૨મી ઓગષ્ટને બુધવારે રાતે ૮.૩૦ થી ૧૦.૦૦ સુધીનો રહેશે અને જામનગર મહાનગરપાલિકા સંચાલિત મ્યુનિ. ટાઉન હોલમાં તેનું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે.
હવે પછી આવું સુર્યગ્રહણ ૪૦૦ વર્ષ પછી દેખાશે. જેથી હાલ આ સૂર્યગ્રહણની અલૌકિક ઘટનાના અવલોકના સાક્ષી બનવા વિદ્યાર્થીઓ અને ખગોળ પ્રેમીઓને અનુરોધ કરાયો છે.
જામનગર ખગોળ મંડળના પ્રમુખ કિરીટભાઈ શાહ ઉપરાંત એમ.ડી. મહેતા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોળના સુધાબેન ખંઢેરીયા અને ડો.સંજય પંડ્યા તેમજ જામનગરના અમિત વ્યાસ વગેરે દ્વારા સમગ્ર નિદર્શનની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
