તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
ગાંધીધામ ખંડણી કેસમાં મોટી સફળતા: હાઈપ્રોફાઈલ અપહરણ અને ખંડણીનાં કેસમાં વધુ 5 આરોપીઓ સકંજામાં
પંજાબના ભટિંડામાં ગુજરાત ATS અને પંજાબ STF ની સંયુક્ત કાર્યવાહી દરમિયયાન ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનાં આધારે ઓપરેશન પાર પાડ્યું

કચ્છ : ગાંધીધામ ખંડણી કેસમાં મોટી સફળતા મળી છે. હાઈપ્રોફાઈલ અપહરણ અને ખંડણીનાં કેસમાં વધુ 5 આરોપીઓ સકંજામાં આવ્યા છે. પંજાબના ભટિંડામાં ગુજરાત ATS અને પંજાબ STF ની સંયુક્ત કાર્યવાહી દરમિયયાન ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનાં આધારે ઓપરેશન પાર પાડ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ 10 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા હતા. દુબઈમાં રહેલા ભાઈને વીડિયો કોલ કરી હત્યાની ધમકી આપી 5.55 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. તપાસમાં USDT મારફતે રુપિયાની લેવડદેવડનો ખુલાસો થયો હતો. હાલમાં રોકડ, USDT, મોબાઇલ ફોન અને કાર સહિત 4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
