તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
કેશોદ નેશનલ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત :પતિ-પત્નીના ઘટના સ્થળે મોત
ચાંદીગઢ પાટિયા નજીક જુનાગઢ તરફ જતાં પેટ્રોલ પંપ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત ;કારે બાઈકને રીતસર ફુટબોલની જેમ ફંગોળતાં પતિ-પત્નીના ઘટના સ્થળે જ મોત

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : કેશોદ નેશનલ હાઈવે પર ગંભીર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે ,આ ગમખ્વાર અકસ્માતમાં પતિ -પત્નીના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે અકસ્માતના સીસીટીવી ફુટેજ સામે આવ્યાં છે
મળતી વિગત મુજબ ચાંદીગઢ પાટિયા નજીક જુનાગઢ તરફ જતાં પેટ્રોલ પંપ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અકસ્માત એટલો ગંભીર હતો કે કારે બાઈકને રીતસર ફુટબોલની જેમ ફંગોળતાં પતિ-પત્નીના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા બંનેના મૃતદેહોને કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા
અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે,
અકસ્માત સ્થળે પોલીસ સ્ટાફે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે
આ અકસ્માતમાં ખીમાભાઈ વરજાગભાઈ રાવલીયા ઉમર વર્ષ 65 અને સાજણબેન ખીમાભાઈ રાવલીયા ઉમર વર્ષ 62 બંને પતિપત્ની ના ઘટનાસ્થળે કરૂણ મોત નીપજયા
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
