<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

ઉપલેટા પોલીસ સ્‍ટેશન તથા ખાખીજાળીયા ગામની ઓચીંતી મૂલાકાત લેતા ડો. ઓમપ્રકાશ

અનેક મૂદે સમીક્ષાઃ પ્રોહિબિશન કેસમાં આરોપીઓ સામે વધૂ રકમના જામીન લેવા આદેશો..

રાજકોટ, તા.૭: રાજકોટ કલેકટર ડો. ઓમપ્રકાશ ગઇકાલે ઓચીંતી ખાખી જાળીયા ગામની રૂબરૂ મુલાકાત  લઇ,ગામના સામાન્‍ય દફતરની વિગતવાર તપાસણી હાથધરી  હતી. આ મુલાકાત દરમિયાન કલેક્‍ટર દ્વારા ગામના વિકાસ અને સ્‍થાનિક બાબતોને લગતા વિવિધ મહત્‍વના મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવી હતી.ગ્રામ પંચાયતના મકાનની વર્તમાન પરિસ્‍થિતિ અંગે માહિતી મેળવવામાં આવી હતી. ઉપરાંત, વિસ્‍તારમાં થયેલા વરસાદ અને તેની સ્‍થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.કલેક્‍ટરે સ્‍થળ પર હાજર રહેલા અરજદારો સાથે રૂબરૂ ચર્ચા કરી તેમની રજૂઆતો અને ઙ્ક‘ો સાંભળ્‍યા હતા.ગામની કુલ વસ્‍તી કેટલી છે તથા સ્‍થાનિક ખેડૂતો દ્વારા કયા-કયા ખેતીવિષયક પાકો લેવામાં આવે છે તે અંગે જરૂરી માહિતી એકત્ર કરવામાં આવી હતી.

આ ઉપરાંત રાજકોટ જિલ્લા કલેક્‍ટર દ્વારા ઉપલેટા પોલીસ સ્‍ટેશનની પણ વિગતવાર તપાસણી અને સમીક્ષા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ સુદ્રઢ બનાવવા પોલીસ સ્‍ટેશનના નિયત રજિસ્‍ટરો, હિસ્‍ટ્રીશીટર અંગેની માહિતી અને પોલીસ સ્‍ટેશનના મકાન/બિલ્‍ડિંગની વિગતોની બારીકાઈથી સમીક્ષા કરવામાં આવી હતી. પ્રોહિબિશન (દારૂબંધી/કેફી પદાર્થો) સંબંધિત કેસોમાં આરોપીઓ સામે વધુ રકમના જામીન લેવા માટે સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી

(4:03 PM IST)