તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
ધ્રોલ તાલુકાના ડાંગરામાં ચાંદીપુરાનો પોઝીટીવ કેસ : આરોગ્ય તંત્ર દોડતું થયું
ચાંદીપુરાનો ફેલાવો અટકાવવા તાત્કાલિક પગલાં લેવા તેમજ ગ્રામજનોમાં રોગ અંગે જાગૃતિ ફેલાવવા આરોગ્ય કર્મચારીઓને સૂચના : ડાંગરા ગામમાં તકેદારીના પગલાં સાથે કામગીરી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૭ : ધ્રોલ તાલુકાના ડાંગરા ગામે ચાંદીપુરાનો પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. કેસ સામે આવ્યાના બીજા જ દિવસે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશભાઈ મકવાણા સહિત જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. જીગ્નેશ પટેલ અને મેલેરિયા શાખાની ટીમે ગામની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ટીમે આસપાસના વિસ્તારમાં સર્વેલન્સ, વાહક નિયંત્રણ સહિતની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ચાંદીપુરાનો ફેલાવો અટકાવવા તાત્કાલિક પગલાં લેવા તેમજ ગ્રામજનોમાં રોગ અંગે જાગૃતિ ફેલાવવા આરોગ્ય કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી. આરોગ્ય તંત્ર દ્વારા હાલ ડાંગરા ગામમાં તકેદારીના પગલાં સાથે કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
