તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
નવી મેંગણીમાં પિતા પાવાગઢ અને માતા-બહેન રાજપીપળા દર્શન કરવા ગયા ત્યારે ઘરે એકલી રવિનાનો આપઘાત
માતા સાંજે ઘરે પહોંચ્યા ત્યારે ૧૬ વર્ષની દિકરી લટકતી મળીઃ રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૭: લોધીકાના નવી મેંગણી ગામે રહેતી ૧૬ વર્ષની બાળાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અને ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે. સગીરાના પિતા પાવાગઢ દર્શન કરવા ગયા હોઇ અને ગઇકાલે બપોર બાદ માતા-ોટી બહેન પણ રાજપીપળા ગામે રામાપીરના મંદિરે દર્શન કરવા ગયા ત્યારે ઘરે એકલી સગીરાએ આ પગલુ ભરી લીધુ હતું. માતા સાંજે ઘરે આવ્યા ત્યારે દિકરી લટકતી મળતાં કલ્પાંત સર્જાયો હતો.
જાણવા મળ્યા મુજબ નવી મેંગણી ગામે રહેતી રવિના મુકેશભાઇ સોલંકી (ઉ.વ.૧૬)એ ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ બોલાવાઇ હતી. પરંતુ તેના તબિબે તેણીને મૃત જાહેર કરતાં લોધીકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો.
આપઘાત કરનાર રવિના બે ભાઇ અને બે બહેનમાં ત્રીજા નંબરે હતી. તેના પિતા મુકેશભાઇ નાથાભાઇ સોલંકી પશુપાલન કરી ગુજરાન ચલાવે છે. સગાએ જણાવ્યું હતું કે રવિનાના પિતા મુકેશભાઇ પાવાગઢ દર્શન કરવા ગયા હતાં. ગઇકાલે બપોરે તેણીના માતા જ્યોત્સનાબેન અને મોટી બહેન કોમલબેન પણ રાજપીપળા રામાપીરના મંદિરે દર્શનાર્થે ગયા હતાં. આ વખતે રવિના ઘરે એકલી જ હતી.
સાંજે મા-દિકરી પરત ઘરે આવ્યા ત્યારે દરવાજો ખખડાવવા છતાં રવિના ખોલતી ન હોઇ મોટી બહેને બારીમાંથી જોતાં રવિના પંખામાં લટકતી જોવા મળતાં દેકારો મચી ગયો હતો. કોઇએ ૧૦૮ બોલાવતાં તેના તબિબે રવિનાને મૃત જાહેર કરી હતી. આપઘાત શા માટે કર્યો? તે અંગે પરિવારજનો અજાણ હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. દિકરીના આ પગલાથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
