તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
ગોંડલના બાલુબાપા વિદ્યાસંકુલમાં ગુરૂવંદના અને સન્માન કાર્યક્રમ યોજાયો

(અશોક જોશી દ્વારા) ગોંડલ, તા. ૬ : કડવા પાટીદાર કેળવણી મંડળ - ગોંડલ અને બાલુભાઈ હરજીભાઈ પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ -ગોંડલના સંયુક્ત ઉપક્રમે શ્રીમતી કે.બી. બેરા કન્યા વિદ્યાલય -ગોંડલ ખાતે ગુરુવંદના અને સન્માન કાર્યક્રમ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવને દીપાવવા તથા બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માનિત વિદ્યાર્થીનીઓના વાલીગણ, ટ્રસ્ટી મંડળ અને કારોબારી સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા. સન્માન કાર્યક્રમમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના બાળકોને શિલ્ડ મોમેન્ટો આપી સન્માનિત કરેલ. ગુરુતુલ્ય પૂ. બાલુબાપાના જીવનચરિત્ર ઉપર વકતૃત્વ અને નિબંધ સ્પર્ધા યોજેલ, તેમાં ભાગ લેનાર બાળકોનું પણ સન્માન કરેલ. કાર્યક્રમ બાદ શાળાના બાળકોનું હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવેલ અને બાળકોને દવા અને માર્ગદર્શન પણ આપવમાં આવેલ. રાજકોટથી કુંડારીયા હોસ્પિટલના સહયોગથી આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ગોંડલ નીલકંઠ હોસ્પિટલ ડો. મહેશભાઈ બોકરવાડીયા પધારેલ. બાળકોને કૌશલ્ય જ્ઞાનમાં વધારો કરવાની બાબતો બતાવી. ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવેલ શ્રી કેવીનભાઈ ફળદુએ ગુરુપુર્ણીમાનો હેતુ બતાવ્યો. વિદ્યાર્થીનીઓ રાછડીયા આર્યા, ભૂત આયુષી, જીણજા તન્વી, વાજા પૂનમ દ્વારા ગુરુપુર્ણીમાના પ્રસંગોને વર્ણવેલા શ્રી કીશોરભાઈ અંદીપરાએ પણ જીવનમાં ગુરુનું મહત્વ વિષે પ્રવચન આપેલ હતું.
સંસ્થાના પ્રમુખ ડો.એલ.આર.પટેલ, મંત્રી વલ્લભભાઈ એસ. કનેરિયા, ઉપપ્રમુખ રમણીકભાઈ જીવાણી, સહમંત્રી સુભાષભાઈ દુદાણી, ટ્રસ્ટી જીતુભાઈ સેજાણી, ભરતભાઈ પરવાડીયા, અશ્વિનભાઈ પાંચાણી, પ્રવીણભાઈ કાલરીયા, બળવંતભાઈ બેરા આચાર્ય શીલાબેન જીણજા સમગ્ર સ્ટાફ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવામાં આવેલ. અંતમાં આભાર વિધિ કું. મધુબેન એમ. પટેલ દ્વારા કરેલ કાર્યક્રમનું સંચાલન માકડીયા બીપીનકુમાર એન.દ્વારા કરવામાં આવેલું હતું.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
