<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

જામકંડોરણાના સાજડીયાળીમાં શ્રી રામજી મંદિરે ત્રિદિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ

તા.૧૮ થી તા.૨૦ દરમિયાન ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં ડો.મનસુખભાઈ માંડવીયા,રાજયના પૂર્વ મંત્રી જયેશ રાદડિયા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક સહિત ઉપસ્‍થિત રહેશેઃ રાજકોટ ડેરી ચેરમેન-અગ્રણી ગોવિંદભાઈ રાણપરીયા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૭: રાજકોટ જિલ્‍લાના જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામે શ્રી રામચંદ્ર ભગવાનનાં નવનિર્મિત મંદિરનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવનુ ભવ્‍ય આયોજન તા.૧૮ થી તા.૨૦ સુધી ભવ્‍ય આયોજન કરાયું છે.જેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

આ ભવ્‍ય કાર્યક્રમ અંગે રાજકોટ ડેરીના ચેરમેન અગ્રણી ગોવિદભાઈ રાણપરીયાએ જણાવ્‍યું કે જામકંડોરણાનાં સાજડીયાળી ગામે ઐતિહાસિક જૂના શ્રી રામ મંદિર ગામનો ચોરો હતો જેને ૮૦ લાખના ખર્ચે નવનિર્મિત કરાયો છે જે શ્રી રામચંદ્ર ભગવાનનાં નવનિર્મિત મંદિરનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ યોજાશે. તેમજ જામકંડોરણાનાં સાજડીયાળીમા સ્‍વ. પરેશભાઈ ગોવિદભાઈ રાણપરીયા પ્રવેશદ્વારનુ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું છે

આ પ્રાણપ્રતિષ્ઠા મહાયજ્ઞના આચાર્ય પદે પૂ.શાસ્‍ત્રીજી કિરણભાઈ દવે ધોળીધાર વાળા રહેશે આ ભવ્‍ય કાર્યક્રમમાં તા.૨૦ ને ગુરૂવારે સાંજે ૬ કલાકે મહા પ્રસાદનુ  લેઉવા પટેલ સમાજ,સાજડીયાળી ગામે આયોજન કરાયું છે જેની તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે.

જામકંડોરણાનાં સાજડીયાળી ગામે સ્‍વ.પરેશભાઈ ગોવિદભાઈ રાણપરીયા પ્રવેશદ્વાર લોકાર્પણ કાર્યક્રમ તા.૨૦ નાં રોજ આમંત્રીત મહેમાનોનાં હસ્‍તે યોજાશે.

સાજડીયાળી ગામે ભક્‍તિ, ભોજન, ભજનનાં ત્રિવેણી સંગમ સમા ભવ્‍ય શ્રી રામચંદ્ર ભગવાનનાં નવનિર્મિત મંદિરના ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ કાર્યક્રમ માં યૂવા ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયા, કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા, રમેશભાઈ ધડૂક પૂર્વ સાંસદ,પરસોતમભાઈ ગજેરા સહિતના અગણી ઓ હોદેદારો સહિતના ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉમટી પડશે.

આ ભવ્‍ય મહોત્‍સવ દરમ્‍યાન સાંસ્‍કૃતિક કાર્યક્રમનુ આયોજન કરાયું છે જેમાં પ્રથમ દિવસ તા.૧૮ ના હાલારી રાસ કિર્તન રાત્રે ૯.૦૦ કલાકે આયોજન કરાયું છે જેમાં હાલારી રાસ ગાયક કલાકાર દિલીપભાઈ ભાલારા (વેજાગામ) ગોપાલભાઈનૂ આયોજન કરાયું છે

તા.૧૯ નેબુધવારે હાલારી રાસ કિર્તન રાત્રે ૯.૦૦ કલાકે આયોજન કરાયું છે જેમાં હાલારી રાસ - સાજીંદા ગ્રુપ વિઠલભાઈ કોટડીયાનુ આયોજન કરાયું છે આ હાલારી રાસ કિર્તન દરમ્‍યાન પોરબંદર બિરાજતા વલ્‍લભકુલભુષણ પુ.પા.ગો. ૧૦૮ શ્રી શરદબાવાશ્રી (શિલુબાવા) પધારી વચનામૃતનો લાભ આપી વૈષ્‍ણવોને કૃતાર્થ કરશે

તા.૨૦ને ગુરૂવારે ભવ્‍ય લોક ડાયરાનુ આયોજન કરાયું છે જેમાં નામાંકિત કલાકારો સાહિત્‍યકાર મનસુખભાઈ વસોયા, મંજુલાબેન ગોસ્‍વામી, લોક ગાયક મીરાબેન ગોહિલ, હિનાબેન હિરાણી લોક ગાયક ઉપસ્‍થિત રહેનાર છે.

જામકંડોરણાનાં સાજડીયાળી ગામે શ્રી રામચંદ્ર ભગવાનનાં નવનિર્મિત મંદિરના ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ કાર્યક્રમને સફળ બનાવવા સાજડીયાળી નાં પૂર્વ ડેરી ચેરમેન અગ્રણી ગોવિંદભાઈ રાણપરીયા સહિતનાનાં સેવાભાવી કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(10:35 AM IST)