તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
ધ્રાંગધ્રા યાર્ડની ચૂંટણીનો જંગ જામ્યો
મતદારોને ફરવા લઈ જવાની બન્ને પક્ષોની રણનિતી

વઢવાણ,તા.૭: ધ્રાંગધ્રા એપીએમસીની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની પેનલ વચ્ચે જંગ જામ્યો છે. ત્યારે મતદારોને તોડી પોતાની તરફ ખેંચી ન લઈ જાય તે માટે મતદારોને બહાર ગામ ફરવા લઈ જઈને તા. ૧૦ ઓગસ્ટના રોજ સીધા મતદાન મથકે લાવાની રણનીતિ બંને પક્ષો દ્વારા બનાવી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કુલ ૧૪ બેઠકોમાં ૨૭ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં વેપારીની ૪ બેઠક પર ભાજપના ૪ અને કોંગ્રેસના ૨ ઉમેદવાર લડી રહ્યા છે. આમ ભાજપને અગાઉથી ૨ બેઠક મળી ગઈ છે.
ત્યારે વેપારી વિભાગમાં કુલ ૨૩ મતદાર છે, જ્યારે ખેડૂતની ૧૦ બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ૧૦-૧૦ ઉમેદવાર છે, એક અપક્ષ ઉમેદવાર છે. ખેડૂત વિભાગમાં ૬૩૦ જેટલા મતદાર છે. ત્યારે મતદારોને પોતાની તરફ ખેંચવા માટે ભાજપ કોંગ્રેસ બંનેએ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
અન્ય મતદારોને પણ બંને પેનલના આગેવાનો અને ઉમેદવારો સમજાવી ફરવા માટે તૈયાર કરી લઈ જવાની ગોઠવણ કરવામાં આવી છે. હાલ ધ્રાંગધ્રા એપીએમસીની ચૂંટણીને લઈને ભારે રાજકીય માહોલ ગરમાયો છે
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
