તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
મોરબી: જમીન વિકાસ બેંકમાં વિક્રમસિંહ ઝાલા તેમજ જીતુભાઇ પટેલની ડિરેક્ટર તરીકે વરણી.
વિક્રમસિંહ નાથુભા ઝાલા તેમજ એડવોકેટ, નોટરી, જીલ્લા ભાજપના મંત્રી જીતુભાઇ પટેલની બિનહરીફ વરણી થતા શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : જમીન વિકાસ બેંક (ખેતી બેંક) ની ચૂંટણીમાં પંચાસરના વિક્રમસિંહ નાથુભા ઝાલા, જીતુભાઇ પટેલ પ્રતિનિધિ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવતા તેઓની આ બિનહરીફ વરણીને લઈને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, મિત્રવર્તુળ અને શુભેચ્છકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
આ ઉપરાંત તેમના નેતૃત્વમાં જમીન વિકાસ બેંક નવા શિખરો સર કરે અને સહકારના ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. નવ નિયુક્ત ડાયરેક્ટરોની આ ઉપલબ્ધિ બદલ અનેક અગ્રણીઓ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
