તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
ધ્રાંગધ્રામાં કેમિકલ યુક્ત પાણીથી અસરગ્રસ્ત પરિવારોની પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ મુલાકાત લીધી
અસરગ્રસ્ત 70થી વધુ પરિવારો ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં અતિભારે વરસાદ બાદ DCW કંપનીમાંથી કેમિકલ યુક્ત પાણી છોડાતા આસપાસના રહેણાક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું હતું. ઘટનાને પગલે સ્થાનિકોએ બે દિવસ સુધી હોબાળો મચાવ્યો હતો. અસરગ્રસ્ત 70થી વધુ પરિવારો ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકીએ દર્દીઓની મુલાકાત લઈને કંપની અને સરકાર પર આક્ષેપો કર્યા તથા અસરગ્રસ્તોને વળતર અપાવવાની ખાતરી આપી હતી .
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
