News of Thursday, 6th August 2026
ઉનાઃ બે સ્થળોએ કાર અને બાઇકમાં લઇ જવાતો દોઢ લાખનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૬ : નવાબંદર મરીન પોલીસે બે સ્થળોએ ચેકીંગ કરીને કાર અને બાઇકમાં લઇ જવાતો દોઢ લાખનો ઇંગ્લીશ દારૂ પકડી લીધો હતો.
નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર જે. જે. પરમાર, એમ. એ. રાઠોડ, હેડ કોન્સ્ટેબલ પાંચાભાઈ પી. બાંભણિયા અને સ્ટાફએ નવાબંદર ચોકડી પાસે વાહન ચેકીંગ દરમ્યાન ઘોઘલા તરફથી આવતી સફેદ કલરની મારૂતિ સુઝુકી કુ.ની સ્વિફ્ટ મોટર કાર રોકાવી તપાસ કરતા અનિકેત રાજેશ સોલંકી રે. દીવવાળાએ મોટર કારમાં ચોર ખાના બનાવી સીટ નીચે અને ડેકીમાં છુપાવેલા ઈંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો નંગ ૫૮૬ રૂપિયા ૧,૪૦,૭૫૨/ અને મોબાઇલ ફોન એક, એક લાખ રૂપિયા ની મોટર કાર મળી કુલ રૂપિયા ૨,૪૫,૭૬૨ના મુદામાલ સાથે પકડી લીધો હતો .
પૂછપરછમાં આ દારૂનો જથ્થો ઝાખરવાડા ગામના પ્રતીક ડોડીયાને આપવાનો હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની સામે પણ ગુનો દાખલ કરી પકડવા તજવીજ શરૂ કરી છે
બીજા બનાવ માં એક એક્ટિવા મોટર સાયકલ ડબલ સવારી વાળાને રોકાવી અંકુર રાયાભાઈ જતાપરા રે. માદવા તા. જસદણ અને ધર્મેશ પોપટભાઈ જાડિયા રે. રે. માદવા તા. જસદણની તપાસ કરતા મોટર સાયકલમાં છુપાવેલ પર પ્રાંતની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૮૧ રૂપિયા ૨૭૩૬૫/ મોબાઈલ ફોન નંગ બે રૂપિયા ૨૦૦૦૦/ અને ૨૦,૦૦૦/ની મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૬૭,૩૬૫/ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો. બન્ને આરોપી ની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો. નવાબંદર મરીન પોલીસ એ કુલ ૬૬૭ બોટલ દારૂ બે વાહન સાથે કુલ રૂપિયા ૩,૧૩,૧૨૭ / સાથે બે ની ધરપકડ કરી હતી.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
