<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

મોરબીના લીલાબેન ચોહાણનું આંચકી ઉપડયા બાદ મૃત્‍યુ

રાજકોટની હોસ્‍પિટલમાં અંતિમશ્વાસ લેતાં પરિવારમાં શોક

 

રાજકોટ તા. ૬: મોરબીમાં રહેતાં મહિલાને આંચકી ઉપડતાં તબિયત બગડતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ મોરબીમાં ભીમરાવનગર-૩ મહેશ પાનવાળી શેરીમાં રહેતાં લીલાબેન જગદીશભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૮)ને રાતે ઘરે આંચકી ઉપડયા બાદ તબિયત બગડતાં મોરબી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી સીટી પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં બે દિકરા અને ત્રણ દિકરી છે. પતિ જગદીશભાઇ સિરામીકમાં કામ કરે છે. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

(11:18 AM IST)