તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
‘ટુ વ્હીલર ફોર ટૂ'રોજિંદા મુસાફરીમાં માનવતા જીવંત રાખવાની અમરેલી અનુકંપા ફાઉન્ડેશનની નવી પહેલ
ટૂ-વ્હીલર ચાલકોનું શહેરવ્યાપી સ્વયંસેવક નેટવર્ક બનશેઃ ડોક્ટર, વકીલ, શિક્ષક, ઉદ્યોગપતિ જોડાશેઃ- પગપાળા જતા વૃધ્ધ મહિલા, વિદ્યાર્થી અને મજૂરોને સુરક્ષિત લિફ્ટ આપીને સમાજમાં સંકોચ દૂર કરવાનો ઉદ્દેશ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૬: આપણે દરરોજ રસ્તા પર તડકામાં તપતા વૃધ્ધ ભારે સામાન સાથે ચાલતા મજૂર, બાળકનો હાથ પકડીને જતી માતા કે પરીક્ષા માટે દોડતા વિદ્યાર્થીને જોઈએ છીએ. મનમાં એક સવાલ જરૂર આવે છે -‘‘લિફ્ટ આપું?'' પરંતુ અજાણી વ્યક્તિ શું વિચારશે? એ સ્વીકારશે કે નહીં? - આ સંકોચને કારણે આપણે આગળ વધી જઈએ છીએ.
આ જ મૌન અને સંકોચને તોડવા માટે અનુકંપા ફાઉન્ડેશને ‘‘ટુ વ્હીલર ફોર ટૂ''નામનું અનોખું સામાજિક અભિયાન શરૂ કર્યું છે.
અનુકંપા ફાઉન્ડેશનનું માનવું છે કે આપણા સમાજમાં બે તરફની સમસ્યા છે. આપનારનો સંકોચ. લિફ્ટ ઓફર કરતા ડર લાગે છે.માંગનારનો સંકોચ જરૂર હોવા છતાં અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ માંગી શકાતી નથી.
આ બન્ને મૌનના કારણે દરરોજ હજારો નાની પણ સુંદર સંવેદનશીલ ઘટનાઓ થતી અટકી જાય છે. આ માઇન્ડસેટ બદલવા માટે જ આ અભિયાન છે.
ફાઉન્ડેશન આગામી દિવસોમાં શહેરભરમાં જવાબદાર નાગરિકોનું સ્વયંસેવક નેટવર્ક ઉભું કરશે.જેમા ડોક્ટરો, વકીલો, શિક્ષકો,ઉદ્યોગપતિઓ, સમાજસેવકો, વિવિધ ક્ષેત્રોના આગેવાનો જોડાશે.
આ તમામ લોકો નિયમિત ટૂ-વ્હીલર ચલાવે છે અને જ્યારે શકય હોય ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિને સુરક્ષિત રીતે લિફ્ટ આપવા માટે તૈયાર રહેશે. તેમના દ્વારા સમાજમાં વિશ્વાસનું ઉદાહરણ પૂરૂ પાડવામાં આવશે.
અભિયાનના ૩ મુખ્ય ઉદ્દેશ.સંવેદના સ્વાભાવિક બનાવવી લિફ્ટ આપવી અને સ્વીકારવી એ સન્માનજનક કાર્ય બને.વિશ્વાસ વધારવો અજાણ્યા લોકો વચ્ચે પરસ્પર ભરોસો કેળવવો.સુવિધા પૂરી પાડવી ખાસ કરીને વળધ્ધ મહિલા, બાળકો અને મજૂર વર્ગને મુસાફરીમાં રાહત મળે.
ફાઉન્ડેશનના સંચાલકોના જણાવ્યા અનુસાર,‘‘અમારો હેતુ માત્ર કોઈને A થી B સુધી પહોંચાડવાનો નથી. અમારો હેતુ એવી વ્યવસ્થાનું નિર્માણ કરવાનો છે જ્યાં એકબીજાની મદ કરવી આપણા રોજિંદા જીવનનો અનિવાર્ય ભાગ બની જાય.''
એવું શહેર જ્યાં કોઈ વૃધ્ધ મદ સ્વીકારવામાં શરમાય નહીં. જ્યાં બાળક સાથેની માતાને લાંબુ અંતર પગપાળા ન ચાલવું પડે. જ્યાં દરેક ટૂ-વ્હીલર ચાલક પોતાની વધારાની સીટને માનવતા જીવંત રાખવાની તક માને.
અભિયાનનુ સૂત્ર ‘‘ટુ વ્હીલર ફોર ટૂ''એક વધારાની સીટ = અસંખ્ય સંવેદના સભર કાર્યોની અનંત સંભાવનાઓ. સમાજમાં પરિવર્તન માટે હંમેશા મોટા કાર્યોની જરૂર નથી. શરૂઆત એક ખાલી સીટથી પણ થઈ શકે છે. જોડાવા ઈચ્છુક લોકો અનુકંપા ફાઉન્ડેશનનો સંપર્ક કરી શકે છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
