<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

વાંકાનેર નગરપાલિકાનું અભિયાનઃ રસ્‍તાઓ પરથી લારી-ગલ્લા અને કેબિન દૂરઃ દબાણકર્તાઓમાં દોડધામ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેરઃ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્‍ય માર્ગો પર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાની ટીમે બુલડોઝર અને અન્‍ય સાધનોની મદદથી રસ્‍તાઓ પર ઉભેલા લારી-ગલ્લા, રેકડીઓ અને કેબિન દૂર કર્યા હતા. દરમિયાન અનેક દબાણકર્તાઓમાં દોડધામ જોવા મળી હતી. માર્ગો પરથી દબાણ દૂર થતાં મુખ્‍ય રસ્‍તાઓ ખુલ્લા દેખાતા હતા, જેના કારણે વાહનવ્‍યવહાર પણ વધુ સુગમ બન્‍યો હતો.નગરપાલિકાના અધિકારીઓના જણાવ્‍યા મુજબ, જાહેર માર્ગો પરના ગેરકાયદે દબાણ દૂર કરીને નાગરિકોને અવરજવર માટે સરળતા ઉપલબ્‍ધ કરાવવાનો હેતુ છે. લોકોમાં કેટલાકે કાર્યવાહીનું સ્‍વાગત કર્યું, જ્‍યારે કેટલાક અસરગ્રસ્‍તોએ પોતાના રોજગાર અંગે ચિંતા વ્‍યક્‍ત કરી હતી. હાલ નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણમુક્‍ત માર્ગો જાળવી રાખવા માટે આગળ પણ જરૂરી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

(10:46 AM IST)