તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
ટંકારા તાલુકાની કૃષિ સહકારી મંડળીઓની મુલાકાત લઈ જિલ્લા કલેક્ટરે ખાતર સ્ટોક અને વિતરણની ચકાસણી કરી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારાઃ તાલુકાની વિવિધ પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (PACS) ની મુલાકાત લઈ ખાતરના સ્ટોક અને વિતરણની ચકાસણી તેમજ PACS કોમ્પ્યુટરાઈઝેશન અને વિવિધ રેકર્ડની સમીક્ષા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત લખધીરગઢ મંડળીની મુલાકાત કરી મંડળીની પાણી સમિતિની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. લખધીરગઢ સેવા સહકારી મંડળી લિમિટેડ ખાતે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, ડી.આર. પટેલ, વાસમો તથા ટંકારા મામલતદાર પિ એન ગોર સહિતના અધિકારીઓ એ મુલાકાત દરમિયાન મંડળીની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ ઉપરાંત વાસમો અને ખેતીવાડી ની પણ મુલાકાત જીલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી હતી મંડળી ના પ્રમુખ જગદીશ પનારા એ ગામડાની મુલાકાત લેવા બદલ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
