તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
"સાયબર અવેરનેસ કાર્યક્રમ”અંતર્ગત જામનગરમાં ધ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો : પેમ્ફલેટનું વિતરણ કરાયું
વિધ્યાર્થીઓને વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે, વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફોડ, મ્યુલ અકાઉન્ટ વિગેરે સાયબર ફ્રોડ વિશે માહીતગાર કરાયા

જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ નિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીનાઓએ ક્રાઇમ કોન્ફરન્સ દરમ્યાન આપેલ માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા *સાયબર ક્રાઇમ અવેરનેસ" બાબતે તા.૦૫/૦૮/૨૦૨૬ ના રોજ "ધ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ” ખાતે સાયબર અવેરનેસ સેમિનાર અને અવેરનેસ અંગેના ૩૦૦ પેમ્ફલેટસનું વિતરણ કરવામા આવેલ હતું. આ ક્રાર્યક્રમનું સફળ આયોજન પો.ઇન્સ.આઈ.એ.ઘાસુરાનાઓની આગેવાની હેઠળ કરવામાં આવેલ છે.
આ સેમીનારમાં "ધ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ” ખાતે વિધ્યાર્થીઓને વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે, વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફોડ, મ્યુલ અકાઉન્ટ વિગેરે સાયબર ફ્રોડ વિશે માહીતગાર કરવા માટે સાયબર અવેરનેસ સેમિનાર અને સેમિનાર અંગેના ૩૦૦ પેમ્ફલેટસનું વિતરણ કરવામા આવેલ.
આ ક્રાર્યક્રમનું પ્રેઝન્ટેશન “સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન” ના પો.હેડ.કોન્સ. કુલદીપસિંહ જાડેજાનાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
