તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
ઝાખરગામ આશાપુરા હોટલના પાર્કીંગમાથી જાહેરમાં જુગાર રમતા શખ્સોને પકડી પાડતી મેઘપર (પડાણા) પોલીસ
સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને 12700ના મુદામાલ સાથે ઝડપી લેવાયા

જામનગર :નિર્લીપ્ત રાય (IPS) પોલીસ મહાનિર્દેશક રાજકોટ વિભાગનાઓએ પ્રોહી જુગાર અંગેની ગે.કા. પ્રવૃતિ શોધી કાઢવા સુચના કરેલ હોય, જે અનુસંધાને જામનગર જીલ્લામાં દારૂ/જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા લાલપુર વિભાગનાઓના માર્ગદર્શન મુજબ પોલીસ ઈન્સપેકટર એ.એલ.બારસીયાની સુચના અને માર્ગદર્શન મુજબ મેઘપર (પડાણા) પો.સ્ટે ના એ.એસ.આઈ. જયરાજસિંહ.ડી.ઝાલા તથા પો.કોન્સ. ગૌતમભાઇ.એચ.ચાવડા ને ચોકકસ સયુંક્ત રીતે બાતમી રાહે હકીકત મળેલ કે ઝાખરગામ આશાપુરા હોટલના પાર્કીંગમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં અમુક શખ્શો ગંજીપત્તાના પાના વડે તીન પત્તી રોન-પોલીસનો જુગાર રમતા હોય જેથી સદર જગ્યાએ રેઈડ કરતા અમુક શખ્સો જુગાર રમતા હોય, જેના કબ્જામાથી રોકડ રૂ.૧૨૭૦૦/- તથા ગંજીપતાના પાના નંગ પ૨ કિ.રૂ.૦૦/૦૦ ના મુદ્દામાલ સાથે કબ્જે કરેલ છે.
આરોપીઓ (૧) જયસુખભાઇ લાલજીભાઇ વરીયા ઉ.વ.૩૬ રહે.ઝાખર ગામ તા.લાલપુર જી.જામનગર (૨) હાર્દીક વેલજીભાઇ વાડોલીયા ઉ.વ.૨૨ રહે. ઝાખર ગામ તા.લાલપુર જી.જામનગર (૩) મહેશભાઇ વાલાભાઇ રાઠોડ ઉ.વ.૫૨ ધંધો ડ્રાઇવિંગ રહે મેથાણ ગામ તા.સિધ્ધપુર જી. પાટણ) ને ઝડપી લેવાયા છે
કબ્જે કરેલ મુદ્દામાલ (૧)રોકડા રૂપીયા કુલ રૂ. ૧૨,૭૦૦/-
આ કામગીરી પોલીસ ઈન્સપેકટર એ.એલ.બારસીયા તથા એ.એસ.આઇ. જયરાજસિંહ.ડી.ઝાલા તથા પો.કોન્સ. ગૌતમભાઇ.એચ.ચાવડા તથા પો.કોન્સ. કરણાભાઈ.ડી.વસરા દ્વારા કરવામાં આવેલ છે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
