News of Wednesday, 5th August 2026
ધ્રોલમાં ગેરકાયદે ઇંધણ ચોરીનો પર્દાફાશઃ ૩૨ લાખના મુદ્દામાલ સાથે ૨ ઝડપાયા
પોલીસે પેટ્રોલ-ડીઝલ ભરેલું ટેન્કર, કેરબાઓ સહિતના મુદ્દામાલ સાથે મયુર બાલસરા અને સોમા નાંગેશને ઝડપી લીધા

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૫: ધ્રોલ-લતીપર રોડ પર ગોકુલપરા વિસ્તારમાં જાહેર રોડ પર ઊભેલા ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ગેરકાયદે ચોરી કરતા બે શખ્સોને ધ્રોલ પોલીસની સર્વેલન્સ સ્કોડે ઝડપી પાડ્યા છે.
પોલીસે પેટ્રોલ-ડીઝલ ભરેલું ટેન્કર, કેરબાઓ સહિત રૂ. ૩૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં મયુર બાલસરા અને સોમા નાંગેશ નો સમાવેશ થાય છે. પોલીસે બંને સામે ગુનો નોંધી ધ્રોલ પોલીસ દ્રારા વધુ તપાસ શરૂ કરી છે.
નાયબ પોલીસ મહાનિરિક્ષક રાજકોટ વિભાગના નિર્લિપ્તરાય તથા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ જામનગર જીલ્લાના ચાલતી અસામાજીક પ્રવળતિ કરતા ઈસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ જે અંગે જામ.ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદા સાહેબ તથા ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.રાઠોડની સૂચના મુજબ પોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ હતા.
ધ્રોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળેલ કે,અહી ધ્રોલ-લતીપર હાઈવે રોડ, આવેલ ગોકુલપરા(લતીપર) માં જાહેર જગ્યામાં અમુક ઈસમો ગેરકાયદેસર રીતે પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરના ઉપરનુ સીલ તોડી પ્લાસટીકની પાઈપ દ્વારા બ્રેજા કારમા પ્લાસ્ટીક કેરબા રાખી ગેરકાયદેસર રીતે ભરે છે જે હકિકત આધારે સદરહુ જગ્યાએ રેઈડ કરતા ત્યાથી કુલ બે ઈસમોને માણસોની જાઁદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ-ડીઝલ ભરેલ ટેન્કરમાંથી બ્રેજા કારમાં પ્લાસ્ટીકના કેરબા રાખી ભરતા હોય અને આ જગ્યાએથી કુલ-૪ પેટ્રોલ તથા ડીઝલ ભરેલ કેરબા, એક ટેન્કર, એક બ્રેજા કાર, મોબાઇલ, અન્ય સાધનો મળી કુલ કિ.રૂ. ૩૨,૪૯,૪૯૯/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જેથી નિચે લખેલ આરોપીઓ વિરૂધ્ધ ધ્રોલ. પો.સ્ટે. માં ભારતીય ન્યાય સંહિતા(BNS) કલમ ૨૮૭, ૫૪ મુજબનો ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
પોલીસે મયુર રામભાઇ બાલસરા ઉ.વ.૨૮ ધંધો. ડ્રાઇવીંગ રહે.વિધ્યુતનગર સર્કીટ હાઉસની સામે, મોરબી જી-મોરબી, સોમા વકુભાઇ નાંગેશ ઉ.વ.૪૦ ધંધો. ડ્રાઇવિગ હાલ-રહે. પડાણા ગામ તા.લાલપુર જી.જામનગર મુળ-રહે.રબારી વાસ પાણીના ટાંકા પાસે, દાત્રાણા તા.જામ ખંભાળીયા જી.દેવભુમી દ્વારકાની ધરપકડ કરી છે.
આ કાર્યવાહી પોલીસ ઈન્સ્પેકટર શ્રી એચ.વી.રાઠોડ તથા પો.હેડ. કોન્સ. આર.કે. મકવાણા તથા કે.ડી. કામરીયા તથા એચ.જે. જાડેજા તથા પો.કોન્સ.રઘુવિરસિંહ ચંદુભા જાડેજા તથા સંજયભાઇ કે. સોલંકી તથા નાગજીભાઇ પુંજાભાઇ ગમારા દ્વારા કરવામાં આવેલ છે
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
