News of Wednesday, 5th August 2026
ખંભાળીયા પાસેથી ઘડી કંપનીમાંથી એલ્યુમીનીયમ-કોપર વાયર ચોરનારા ઝડપાયા
૭ આરોપીઓને રૂ.૯.૫૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધાઃ દેવભુમી દ્વારકા એલસીબી પોલીસની કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૫: તાજેતરમાં ઘડી (RSPL) કંપનીના પ્રોજેકટ સ્ટોરમાં રાખેલ અલગ-અલગ પ્રકારના એલ્યુમીનિયમ તથા કોપર વાયરોની તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ અન્ય પવનચકકી, સોલાર પાવર પ્લાન્ટ કંપનીઓમાંથી અવાર નવાર વાયરોની ચોરીઓ થતી હોવાની હકિકતો ધ્યાને આવતા આ પ્રકારના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સબબે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા સાહેબનાઓ દ્વારા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એન.એચ.જોષી નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ. જે આધારે પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. એમ.આર. સવસેટાનાઓ એલ.સી.બી. ટીમ સાથે ઉક્ત મુજબના ગુનાઓ શોધી કાઢવા તથા અન્ય મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ બનતા અટકે તે સારૂ સતત ટેકનીકલ તેમજ હયુમન સોશિસથી કાર્યરત રહેલ હતા
જેથી (૧) રણજીત ઉર્ફે અંટી નાથાભાઇ વાઘેલા રહે. વિરમદડ ગામની સીમ, સ્ટોન ક્રશર પાસે ધાર ઉપર, તા.ખંભાળીયા, જીલ્લોપ્રદેવભુમી દ્વારકા, વિજય ઉર્ફે વિજલો સ/ઓફ રાજુભાઇ વાઘેલા રહે. ગુલાબનગર ટેકરી, ઇરુના ભઠ્ઠાની બાજુમાં, પોરબંદર રોડ, ખંભાળીયા જિ.દેવભૂમિ દ્વારકા, રામ રાજુભાઇ સોલંકી રહેપ્રહાલ.ગુલાબ ટેકરી, દરગાહની પાછળ, ઇટોના ભઠ્ઠાની બાજુમાં, ઝુપડામાં મુળ રહે વિરપુર તથા ગોંડલ, આવાસ કોલોની, મોટી જેલ પાસે, જીલ્લો- રાજકોટ, મનસુખ ઉર્ફે ટકો ઝવેરભાઇ સોલંકી રહે. ગુલાબ નગર ટેકરીની પાછળ, રેલ્વેના પાટાની બાજુમાં ઝુપડામાં, તા.ખંભાળીયા જીલ્લો- દેવભૂમિ દ્વારકા (૫) કરણભાઇ સ/ઓફ જેન્તીભાઇ સોલંકી રહે. હાલ આજીડેમ, બગીચા પાછળ પટમાં, રાજકોટ મુળ રહે. સરકારી દવાખાનાના ખાડમાં, ગોંડલ જિ.દેવભૂમિ દ્વારકા (૬) અનીલ મનસુખભાઇ ભીખાભાઇ સોલંકી રહે. હાલ દલવાડી હોટેલ નજીક, બજરંગ હોટલની પાછળ આવેલ ખુલી જગ્યામાં, ખંભાળીયા જિ.દેવભૂમિ દ્વારકા મુળ ભાવનગર રોડ, આજીડેમ ચોકડી પાસે, થોરાળા પોલીસ સ્ટેશનની સામે જિ.રાજકોટ (૭) મહેશ ઉર્ફે મયલો નાનજીભાઇ બાબુભાઇ વઢીયાર રહે. ગુલાબનગર ટેકરી, ઇદુના ભઠ્ઠાની બાજુમાં, પોરબંદર રોડ, ખંભાળીયા જિ.દેવભૂમિ દ્વારકાની ધરપકડ કરી છે.
પોલીસે કાળા કલરનો કોપર ધાતુ સહિતનો કેબલ વાયર જેનુ વજન ૨૭૦ કિ.ગ્રા. જેની કિ.રૂ.૨,૪૩,૦૦૦/, કાળા કલરનો એલ્યુમિનીયમ ધાતુનો સહિતનો કેબલ વાયર જેનુ વજન ૯૦ કિ.ગ્રા. જેની કિં.૩૬૦૦૦/, રોકડ રૂપીયા, કિ.રૂ.,૪,૭૨,૦૦૦/, મારૂતિ સુઝુકી કંપનીનુ સુપર કેરી મોડલ રજી. નંબર જીજે-૩૭-ટી-૬૮૮૬ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/, વાયર કાપવાનુ કટર નંગ-૧ કિ.રૂ.૨૦૦/, (૭) લોખંડની તણી નંગ-૧ કિ.રૂ.૧૦૦/ સહિત કુલ કિ.રૂ. ૯,૫૧,૩૦૦ / નો મુદામાલ જપ્ત કર્યો છે.
આ સમગ્ર કાર્યવાહી LCB Iic PI એન.એચ.જોષી, PSI શ્રી બી.એમ. દેવમુરારી, PSI એમ.આર. સવસેટા, PSI એસ.વી.કાંબલીયા તથા એ.એસ.આઇ. મસરીભાઇ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, દિનેશભાઇ માડમ, જગદીશભાઇ કરમુર, મુકેશભાઇ વાઘેલા, કિશોરભાઇ નંદાણીયા, ફુલદીપસિંહ જાડેજા, અરજણભાઇ મારૂ, દિપકભાઇ રાવલીયા, હેડ કોન્સ. લાખાભાઇ પિંડારીયા, ખીમભાઇ આંબલીયા, ગોવિંદભાઈ કરમુર, ખીમાભાઈ કરમુર, પીઠાભાઈ ગોજીયા, મુકેશભાઇ કેશરીયા, સહદેવસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા, વિશ્વદીપસિંહ જાડેજા, પો. કોન્સ. જયપાલસિંહ જાડેજા, સચિનભાઇ નકુમનાઓ જોડાયેલ હતા.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
