<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

ધ્રાંગધ્રાના તારંગાધામમાં પત્‍નિની હત્‍યા બાદ પૂજારી પતિનો આપઘાત

જૈન તિર્થસ્‍થળમાં ચકચારી ઘટનાથી ખળભળાટઃ બન્ને વચ્‍ચે ઝઘડાએ ઉગ્ર સ્‍વરૂપ ધારણ કરતા બનાવ બન્‍યોઃ ધ્રાંગધ્રા પી.આઇ. નરેન્‍દ્રસિંહ ચુડાસમા

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.પઃ સુરેન્‍દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા નજીક હાઇ-વે ઉપર આવેલ જૈન તીર્થસ્‍થળ તારંગાધામમાં પૂજારી અને તેના પત્‍નિના મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે. છોટા ઉદેપુર જીલ્લાના નવાપુરાના સાગદ્રા ગામના ૩૮ વર્ષીય પ્રવિણભાઇ ઉદેસીંગભાઇ રાઠવા અને તેના પત્‍નિ વર્ષાબેન પ્રવિણભાઇ રાઠવાના મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથધરી છે.

ધ્રાંગધ્રા હાઈવે નજીક આવેલા પ્રખ્‍યાત જૈન તીર્થસ્‍થળ તારંગા ધામમાંથી હૃદય કંપાવી દે તેવા સમાચાર સામે આવ્‍યા છે. મંદિરમાં આવેલા પૂજારીના રૂમમાંથી પૂજારી અને તેમની પત્‍નીના મળતદેહ મળી આવતા સમગ્ર વિસ્‍તારમાં ભારે ચકચાર મચી છે.

મંગળવારે સવારે મંદિરના સંચાલકો અને સ્‍થાનિક લોકોએ પૂજારીના રૂમમાં કોઈ હલચલ ન દેખાતા દરવાજો ખોલ્‍યો હતો. અંદર બંને મળત હાલતમાં પડેલા જોવા મળ્‍યા હતા. તાત્‍કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં હત્‍યા બાદ આત્‍મહત્‍યાની આશંકા.

પોલીસને ઘટનાસ્‍થળે પહોંચતા મળતક મહિલાના માથામાં ગંભીર ઇજાના નિશાન જોવા મળ્‍યા હતા. પ્રાથમિક તારણ મુજબ માથામાં બોથડ પદાર્થના ઘા વાગવાથી તેમનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પત્‍નીનો મળતદેહ મળ્‍યા બાદ પૂજારીનો મળતદેહ પણ રૂમમાં જ મળી આવ્‍યો હતો.

સંજોગોને આધારે પોલીસને પ્રાથમિક શંકા છે કે પત્‍નીની હત્‍યા કર્યા બાદ પૂજારીએ પોતે આત્‍મહત્‍યા કરી લીધી છે. જોકે આત્‍મહત્‍યાનું ચોક્કસ કારણ હજુ સ્‍પષ્ટ થયું નથી. પોલીસે ઘટનાસ્‍થળેથી કેટલાક શંકાસ્‍પદ પુરાવા એકત્રિત કર્યા છે અને દરેક પાસાની તપાસ શરૂ કરી છે.

રાજ્‍યનું મહત્‍વપૂર્ણ તીર્થસ્‍થળ હોવાથી તારંગા ધામમાં રોજ મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ આવે છે. પૂજારી અને તેમની પત્‍નીના અચાનક મળત્‍યુના સમાચારથી જૈન સમાજ અને ભક્‍તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

ઘટનાની જાણ થતાં જ સ્‍થાનિક પોલીસ તારંગા ધામ ખાતે પહોંચી હતી અને સમગ્ર વિસ્‍તારને કોર્ડન કરીને વધુ તપાસ હાથ ધરી છે. મળતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે મોકલવામાં આવ્‍યા છે.

બનાવની જાણ થતા ધ્રાંગધ્રા તાલુકા ઇન્‍ચાર્જ પી.આઇ. નરેન્‍દ્રસિંહ એન. ચુડાસમા, હિતેન્‍દ્રસિંહ ઝાલા, અશોકસિંહ પરમાર સહિતનાઓ ઘટનાસ્‍થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

(11:45 AM IST)