<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

પતિના લફરાનો વિરોધ કરતાં સુનિતાબેને બેલ્‍ટથી ફટકાર્યા

મોરબીના શકત સનાળાના મહિલા રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૫: મોરબી તાબેના શકતસનાળા ગામે રહેતાં સુનિતાબેન પ્રકાશભાઇ સોલંકી (ઉ.વ.૩૨)ને પ્રકાશભાઇ છગનભાઇ સોલંકીએ બેલ્‍ટ વડે માર મારતાં મુંઢ ઇજાઓ થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

સુનિતાબેને જણાવ્‍યું હતું કે તેણીના લગ્ન ચોૈદ વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે. પતિ સિરામીકમાં કામ કરે છે. તેણીએ કહ્યું હતું કે પતિને દોઢ બે વર્ષથી એક ત્‍યકતા મહિલા સાથે લફરૂ છે, તેની જાણ પોતાને થઇ જતાં આ બધુ બંધ કરી દેવા કહ્યું હતું. આ મામલે ફરીથી ઝઘડો થતાં તેણે બેલ્‍ટથી માર માર્યો હતો. તેણીના માવતર મોરબીમાં સામા કાંઠે રહે છે. પોલીસે નિવેદન-ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(11:33 AM IST)