તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
પશ્ચિમ રેલવે ભાવનગર વિભાગના પાયલોટની સમયસૂચકતાથી અમરેલી જિલ્લાના ધારી પાસે 10 એશિયાટિક સિંહો બચ્યા
ધારી નજીક ટ્રેક પર આવેલા સિંહોને જોઈ સમયસર બ્રેક લગાવી; સિંહબાળનો પણ સમાવેશ :; રેલવેની વન્યજીવ સંરક્ષણ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૫ : પશ્ચિમ રેલવેના ભાવનગર વિભાગના કર્મચારીઓની સતર્કતા અને ફરજનિષ્ઠાને કારણે મોટી દુર્ઘટના ટળી છે. ધારી નજીક ટ્રેક પર અચાનક 10 એશિયાટિક સિંહો આવી જતાં લોકો પાયલોટ શ્રી અનિશ એસ. અને સહાયક લોકો પાયલોટ શ્રી વિરેન્દ્રસિંહ પરમારે સમયસર નિર્ણય લઈને ટ્રેનને સુરક્ષિત રીતે રોકી હતી.
આ 10 સિંહોમાં એક સિંહબાળનો પણ સમાવેશ થતો હતો. જો સમયસર બ્રેક ન લાગત તો સંભવિત ટ્રેન અકસ્માતમાં વન્યજીવોને મોટું નુકસાન થઈ શકત.
રેલવે તંત્રના જણાવ્યા અનુસાર, આ ઘટના ભારતીય રેલવેની વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમજ સુરક્ષિત ટ્રેન સંચાલન માટેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે. ગીરના જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનો માટે રેલવે દ્વારા પહેલેથી જ સ્પીડ પ્રતિબંધો અને સતર્કતા અભિયાન ચલાવવામાં આવે છે.
ડીઆરએમ ભાવનગરે બંને કર્મચારીઓની સતર્કતા, માનવતા અને ફરજનિષ્ઠાને બિરદાવતા જણાવ્યું કે, "આવા સમર્પિત રેલવે કર્મચારીઓને કારણે જ આપણે જીવ અને સંપત્તિ બંને સુરક્ષિત રાખી શકીએ છીએ. તેમને સલામ."
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
