News of Tuesday, 4th August 2026
બોટાદ શહેર અને જિલ્લાને જોડતા મુખ્ય માર્ગો ચોમાસામાં ખાડાઓના કારણે બિસ્માર હાલતમાં
ભાવનગર રોડ, પાડિયાદ રોડ, ગઢડા રોડ અને સાથે સાળંગપુર રોડ સહિતના અનેક રસ્તાઓ પર મોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી

બોટાદ શહેર અને જિલ્લાને જોડતા મુખ્ય માર્ગો ચોમાસામાં ખાડાઓના કારણે બિસ્માર હાલતમાં છે. ભાવનગર રોડ પાડિયાદ રોડ ગઢડા રોડ અને સાથે સાળંગપુર રોડ સહિતના અનેક રસ્તાઓ પર મોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વરસાદ બાદ રસ્તાઓની નબળી ગુણવત્તા સામે આવી ગઈ છે અને અનેક સ્થળોએ રોડનું ધોવાણ થઈ જતા માર્ગ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ ઉઠી ગયા છે. પ્રજાની લાગણી છે કે જે નેતાઓને ખોબલે ને ખોબલે મત આપ્યા છે તેઓ તેમને હવે દગો આપી રહ્યા છે.
ઝડપથી આપણે ન કરી શકીએ. પણ જે ઘડીએ વરસાદનું આયોજન પૂર્ણ થઈ જશે અને વહેલી તકે જેટલું બને એટલું અમે અમારા કર્મચારી, બોટાદના અનેક રસ્તાઓ જે છે તે હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. બોટાદનો સાળંગપુર રોડ હોય કે પછી બોટાદના ભાવનગર રોડ હોય કે પછી ગઢડા રોડ હોય, આ તમામ રોડ ઉપર હાલ મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે ત્યારે લોકોની એવી માંગ ઉઠવા પામી છે કે વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરી અને ખાડાનું કામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
