<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

ભેસાણના સુખપુર ગામમાં પેટારાનો નકુચો તોડી ૩.૮૫ લાખના દાગીનાની ચોરી

લુશાળામાં ટેલીફોન એક્‍સચેન્‍જને તસ્‍કરોએ નિશાન બનાવ્‍યું

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૦૪: ભેસાણ તાલુકાના સુખપુર ગામે રહેતા મયુરભાઇ દિલસુખભાઇ પટોળીયાના જુના બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવ્‍યું હતું.

જુના બંધ મકાનની જારીની લોખંડની પટ્ટીઓ ઉચકાવી મકાનમા પ્રવેશ કરી તસ્‍કરોએ રૂમના પેટારાનો નકુચો તોળી પેટારામા રાખેલ રૂા.૩.૮૫ લાખની કિંમતના સોનાના દાગીના ચોરી કરી હતી.

રાત્રેની સમયની ઘટનામાં તસ્‍કરો હાથફેરો કરીને નાસી ગયા હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.  વંથલી તાલુકાના લુશાળા ગામે આવેલ ટેલીફોન એક્‍સચેન્‍જને તસ્‍કરોએ નિશાન બનાવ્‍યું હતું. સ્‍પ્‍લિટ એસીનું આઉટર, અલ્‍ટરનેટરનુ કોપર વાઇન્‍ડીંગ,  પાવર સપ્‍લાય કેબલ વગેરે મળી કુલ રૂપિયા ૨૦૦૦૦ ની કિંમતના સરકારી સામાનની ચોરીને અંજામ આપી તસ્‍કરો નાસી ગયા હતા.

(10:48 AM IST)