તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
અધિક માસમાં ૧૭ લાખથી વધુ શ્રધ્ધાળુઓએ દ્વારકાધીશના
દર્શન કર્યાઃ ૩.૭૦ કરોડના દાનની સરવાણી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૧૭: યાત્રાધામ દ્વારકામાં ગઇકાલે પૂર્ણ થયેલ પાવન પુરૂષોત્તમ માસ (અધિક માસ) દરમ્યાન ગોમતી નદી તેમજ દ્વારકાધીશ મંદિર તથા દ્વારકા દર્શન સર્ર્કિટના તીર્થ સ્થળો તેમજ પર્યટન સ્થળો પર શ્રધ્ધાનો મહાસાગર ઉમટયો હતો. દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણની યાદીમાં જણાવ્યાનુસાર તા. ૧૭-૦પ-ર૦ર૬ થી તા. ૧પ-૦૬-ર૦ર૬ સુધીમાં આશરે ૧૭ લાખથી વધુ ભાવિકોએ ઠાકોરજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. અધિક માસ દરમ્યાન જગતમંદિરમાં ભાવિકો દ્વારા શ્રધ્ધાભેર રૂપિયા ૩.૭૦ કરોડથી વધુ રકમના દાનની સરવાણી શ્રીજીના ચરણોમાં કરવામાં આવી હતી. આ સાથે અધિક માસ દરમ્યાન લાખો ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાનનો લ્હાવો લઇ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ઉનાળુ વેકેશન દરમ્યાન અધિક માસ આવતા ગત અધિક માસ કરતા આ વખતે ભાવિકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. (તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
