News of Wednesday, 17th June 2026
દારૂના નશામાં ઝેરી દવા પી લેતાં ૩૫ વર્ષના યુવાન જેસીંગનું મોત
સામખીયાળીના આધોઇનો યુવાન ખેત મુજરી કરી ગુજરાન ચલાવતો હતોઃ રાજકોટમાં સારવારમાં દમ તોડયોઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૧૭: કચ્છના સામખીયાળી પાસે આધોઇ ગામે રહેતાં યુવાને વાડીએ ઝેરી દવા પી લેતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. દારૂના નશામાં તેણે રૂમમાં જઇ ભુલથી ઝેરી દવા પી લીધાનું સગાએ જણાવ્યું હતું.
જાણવા મળ્યા મુજબ આધોઇ ગામે વાડી વિસ્તારમાં રહેતો જેસંગભાઇ અજુભાઇ વાઘેલા (ઉ.વ.૩૫) નામનો યુવાન વાડીએ ઝેરી દવા પી જતાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ ગત મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવની જાણ સામખીયાળી પોલીસને કરી હતી.
મૃત્યુ પામનાર જેસંગભાઇ વાઘેલા ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તે ખેત મજુરી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. સગાના કહેવા મુજબ દારૂના નશામાં ભુલથી ઝેરી દવા પી લીધાની શક્યતા છે. સામખીયાળી પોલીસ વધુ તપાસ કરે છે
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
