તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
ઉનાઃ ભણવાનું છોડી દેનારી ર દીકરીઓને પોલીસે સમજાવીને ફરી શાળામાં પ્રવેશ અપાવ્યો
પોલીસની સામાજિક જવાબદારીને આવકારઃ ‘ભણે ગુજરાત'નું સુત્ર સાર્થક કર્યુ બન્ને દીકરીઓને આગળ ભણવુ હતુ પરંતુ વહેલી સવારે ઉજ્જડ-અંતરિયાળ રસ્તામાં જવાનું અસલામતી અનુભવતી હતીઃ બે વર્ષથી ભણવાનું છોડી દીધું હતું

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૭ :.. તાલુકાના લામધાર વાડી વિસ્તાર રહેતા પરિવાર ની બે દીકરીઓ એ બે વરસ થી અધવચ્ચે ભણવાનું છોડી ડ્રોપ આઉટ કરેલને પોલીસે કાઉન્સિલિંગ કરી મુશ્કેલી દૂર કરી મોટા ડેસર માધ્યમિક શાળા માં પુનઃ જોડાણ કરી પ્રવેશ અપાવી સામાજિક ફરજ બજાવી હતી.
ગીર સોમનાથ જિલ્લા ના પોલીસ અધિક્ષક જયદીપ સિંહ જાડેજા અને ઈનચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સી. સી. ખટાણાની સૂચનાથી ઊના વિસ્તારમાં બાળ મજૂરી, માનવ તસ્કરી, બાળકો ને પુનઃ વસન કરવા તેમજ જે બાળકો અધુરું શિક્ષણ છોડી દીધેલ બાળકો ને ફરી ભણવા માટે લઈ જવા સૂચના આપી હોય પોલીસ ઇન્સ્પેકટર જે. કે. મોરીના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ નાનજીભાઈ સાર્દુલભાઈ ચારણિયા, વુમન પોલીસ સોનલ બેન કનુભાઈ, ભાવિબેન લક્ષ્મણભાઈ, ચેતના બેન પ્રેમજીભાઈ, તપાસ કરી શાળામાં જઈ જે બાળકો અધ્ધ વચ્ચે શિક્ષણ છોડી દીધું હોય તેવા વિદ્યાર્થીઓના નામ અને સરનામાં મેળવી ઊના તાલુકાના લામધાર ગામ ના અંતરિયાળ વાડી વિસ્તારમાં ઝૂંપડું બાંધી રહેતા પાંચા ભાઈ ચુડાસમા ના ઘરે જઈ તપાસ કરતા બે દીકરીઓ ભૂમિકાબેન પાંચાભાઈ ચુડાસમા, સંજના બેન પાંચાભાઈ ચુડાસમાને આગળ ભણવું હતું પરંતુ લામધાર થી તેમના ઘરેથી વહેલી સવારે ઉજ્જડ અને અંતરિયાળ રસ્તો હોય અસલામતી અનુભવી રહી હતી. જતા ડરતી હતી તેથી બે વરસ થી અભ્યાસ છોડી દીધેલ હતો.
પોલીસે તેમના પરિવાર સાથે કાઉન્સિલિંગ કરી તેમની મુશ્કેલી દૂર કરી ભણવા માટે સમજાવી હતી અને વાલીને સાથે લઈ ઊના તાલુકાના મોટા ડેસર ગામે આવેલ સરકારી માધ્યમિક શાળા માં લઈ જઈ બન્ને દીકરીઓ ને ધોરણ દસ માં ઙ્કવેશ અપાવી પુનઃ પ્રવેશ અપાવી સામાજિક ફરજ બજાવી હતી. બન્ને દીકરીઓ ખૂબ ભણે અને ઉચ્ચ શિક્ષણ મેળવે તેનું ધ્યાન રાખવા જવાબદારી લીધી હતી. પોલીસ ની આ સામાજિક ફરજ થી અભિનંદન મળી રહ્યા છે. ભણે ગુજરાત નું સૂત્ર સાર્થક કર્યું હતું.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
