તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના નવા પી.આઈ તરીકે ભાવેશ સિગરેખિયાની નિમણુંક
કેમિકલ ચોરી કૌભાંડ બાદ LCB પી.આઈ જે.જે.જાડેજાની બદલી કરાઈ હતી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૭: સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચના નવા પીઆઇ તરીકે ભાવેશકુમાર સિગરેખિયાને નિમણૂક આપવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલાના નાની મોલડી નજીક પવનપુત્ર રાજસ્થાની હોટલમાંથી કેમિકલ ચોરીનું નેટવર્ક ઝડપાયા બાદ ફરજમાં બેદરકારી ગણી અને લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઇ તરીકે જે.જે.જાડેજા ને હટાવી અને તેમના એલઆઈબીમાં મૂકી દેવામાં આવ્યા છે.
ત્યારબાદ સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ તરીકે હવે ભાવેશ સિગરેખિયાને નિમણૂક આપી દેવામાં આવી છે ત્યારે અગામી સમયમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ અને ખાસ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર દરોડા પાડવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે અંતે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ ભાવેશ સિગરખીયા ની નિમણૂક આપવામાં આવી છે.
જે સમયે આ કૌભાંડ ઝડપાયુ તે દરમિયાન ચાર જેટલા હેડ કોન્સ્ટેબલ અને એએસઆઇઓની પણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ માંથી બદલી કરવામાં આવી હતી ટૂંક સમયમાં નવી ભરતી કરી અને તેમની ખાલી પડેલી જગ્યાઓ ભરવા અંગેની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
